Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જન્મ-મૃત્યુ નોંધનાં દાખલા અરજદાર જાતે મેળવી શકશે

સિવિક સેન્ટરો-વોર્ડ ઓફીસોએ જન્મ-મૃત્યુ નોંધના દાખલા કાઢવા માટે ઓટોમેટીક મશીન મુકવા વિચારણા

રાજકોટ, તા., ૧૧: નાગરીકોને જન્મઅને મૃત્યુ નોંધનાદાખલા કાઢવામાં ધરમ ધક્કા થઇ રહયાની ફરીયાદો રોજીંદી બની રહી છે ત્યારે મ્યુ. કોર્પો. દ્વારા આગામી ટુંક સમયમાં નાગરીકો પોતાની જાતે જ પોતાના સગા-સ્નેહીઓના જન્મ અને મૃત્યુ નોંધના દાખલાઓ કાઢી શકે તે પ્રકારના ઓટોમેટીક મશીન મુકવાની વિચારણા ગંભીરતા પુર્વક ચાલી રહી છે.

આ અંગે કોર્પોરેશનના સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ હાલમાં અરજદારે કોર્પોરેશનની એક માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં લાંબી લાઇનમાં કલાકો સુધી ઉભા રહીને જન્મ-મૃત્યુ નોંધના દાખલા મેળવવા પડે છે અને કેટલીક વખત અરજદારોને ધરમધક્કા થાય છે. ત્યારે આગામી ટુંક સમયમાં મ્યુ. કોર્પોરેશનની ત્રણેય ઝોન ઓફીસો ઉપરાંત અન્ય  સિવિક સેન્ટરો અને રોડ ઓફીસોમાં જન્મ અને મૃત્યુ નોંધના દાખલા અરજદાર પોતાની જાતે કાઢી શકે તે પ્રકારના ઓટોમેટીક મશીનો મુકાશે.

આ દાખલ મેળવવા માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે તે મુજબ બાળકનો   જન્મ જે હોસ્પીટલમાં થયો હશે તે હોસ્પીટલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન તાત્કાલીક જન્મ નોંૅધની વિગત મ્યુ. કોર્પોરેશનના રજીસ્ટરને મોકલી અપાશે. જેના ઉપરથી રજીસ્ટ્રાર  દ્વારા તાત્કાલીક જન્મ નોંધનોલ દાખલો તૈયારકરી અને તેના રજીસ્ટ્રેશન નંબર અરજદારને એસએમએસ મારફત મોબાઇલમાં મોકલી અપાશે. આજ પ્રકારણે કોઇનું મૃત્યુ થયા બાદ મૃતકની જે સ્મશાનમાં અંતિમ વિધિ થઇ હશે તે સ્મશાનનો સંચાલકો મૃતકની  મૃત્યુ નોંધની વિગત ઓનલાઇન કોર્પોરેશનના રજીસ્ટ્રારને મોકલી આપશે. અને તેના ઉપરથી રજીસ્ટ્રાર મૃત્યુ નોંધ તૈયાર કરી અને તેનો  રજીસ્ટ્રેશન નંબર   અરજદારને મોબાઇલ એસએમએસ મારફત મોકલી અપાશે અને અરજદાર સિવિક સેન્ટરે જઇ અને દાખલાની ફી ચુકવીને ટોકન મેળવી ઓટોમેટીક મશીનમાં જન્મનોંધ અથવા મૃત્યુ નોંધનો રજીસ્ટ્રેશન નંબર નાખીને જાતે જ દાખલો મેળવી શકશે.

(3:29 pm IST)