Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જૈનોની આયંબીલ ઓળીનો શુભારંભ : ૯ દિવસ તપ - આરાધના

આયુર્વેદ અને વિજ્ઞાનની દૃષ્ટિએ આરોગ્ય માટે શ્રેષ્ઠ

રાજકોટ, તા.૧૧ : આજથી જૈનોના મહાન પર્વ ચૈત્રી ઓળીનો શુભારંભ થયો છે. સ્થાનકવાસી તથા દેરાવાસી જૈનો આજથી ઓળીની તપશ્ચર્યા કરશે. નવ દિવસ સુધી ચાલનારા ચૈત્રી ઓળી પર્વમાં જૈનો આયંબીલનું તપ કરશે. ચૈત્ર અને આસો માસમાં આવી બે ઓળી આવતી હોય છે. આ બંને ઓળીઓ શાશ્વતની ગણાય છે. એટલે કે સમગ્ર વિશ્વમાં તેમજ દેવલોકમાં જયાં પણ કોઈ જૈન મનુષ્ય કે જૈન દેવ તે આ ઓળીની આરાધના આ દિવસોમાં જ કરતા હોય છે. જૈનોનું જગ વિખ્યાત મહાપર્વ પર્યુષણ શાશ્વત નથી ગણાતુ. પર્યુષણની આરાધના માત્ર મનુષ્ય લોકમાં અને એ પણ મર્યાદિત ક્ષેત્રમાં થતી હોય છે. નવપદજીની આયંબીલની બંને ઓળીઓની આરાધના સમગ્ર વિશ્વમાં થતી હોય છે. શ્રાવકો - શ્રાવિકાઓ ૯ દિવસ સુધી સ્વાદ તથા મન ઉપર વિજય મેળવી સ્વાદ વગરનું એક ટંક ભોજન કરશે. સાથોસાથ દેરાસરો તથા ઉપાશ્રયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં જૈનો જપ - તપ - સાધના કરશે. ચૈત્રી માસની આયંબીલ ઓળીને નવપદ આયંબીલ તરીકે પણ ઓળખવામાં આવશે.

રાજકોટમાં બીરાજતા સાધુ- સાધ્વીજીઓ

પૂ.ગુરૂદેવ રાજેશમુનિ મ.સા.આદિ ઠાણા- ઋષભાનન જૈન ઉપાશ્રય,નાગેશ્રર મો.૯૪૨૬૭ ૧૨૨૮૯, પૂ.નર્મદાબાઈ - વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા- ઈન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રય.મો.૯૭૨૭૫ ૬૯૬૫૨,પૂ.હસુતાબાઈ - હર્ષિદાબાઈ મ.સ. જંકશન પ્લોટ ઉપા.મો.૯૦૯૯૩ ૯૫૨૪૫, પૂ.ઉષાબાઈ - વીણાબાઈ મ.સ.આર્દિં ઠાણા- વિરાણી પૌષધ શાળા,મોટા સંઘ,મો. ૯૪૨૬૯ ૫૦૪૭૬, પૂ.રંજનબાઈ - સોનલબાઈ મ.સ.આદિ ઠાણા- નાલંદા તીર્થધામ ફોન નં.૦૨૮૧ ૨૫૭૧૧૩૬, પૂ.તારાબાઈ મ.સ.આદિ ઠાણા- સરદારનગર ઉપા.મો.૯૮૨૫૦ ૭૯૬૧૫, પૂ.પ્રફુલ્લાબાઈ - જયોત્સનાબાઈ મ.સ.- પ્રહલાદ પ્લોટ - ૨૨, મો ૯૩૨૮૧ ૩૦૦૩૩, પૂ.હંસાબાઈ મ.સ.આદિ ઠાણા વિમલનાથ ઉપા.સાધુ વાસવાણી રોડ,મો.૯૩૨૮૧ ૩૦૦૩૦, પૂ.સરોજબાઈ - કુસુમબાઈ મ.સ.રામ કૃષ્ણનગર ઉપા.મો.૯૩૭૭૧ ૬૬૪૮૪, પૂ.નીલમબાઈ - પ્રમિલાબાઈ મ.સ. શ્રમજીવી ઉપા.મો.૯૮૨૫૦ ૭૭૯૭૭, પૂ.પુષ્પાબાઈ મ.સ. આદિ ઠાણા. ભકિત નગર ઉપા.મો.૯૮૨૪૦ ૪૦૮૭૭, પૂ.જશુબાઈ - કિરણબાઈ મ.સ.વૈશાલી નગર ઉપા.મો.૯૪૨૯૪ ૫૫૨૫૩, પૂ.ચંદ્રિકાબાઈ મ.સ.- અમિતાબાઈ મ.સ. ઈન્દ્રપ્રસ્થ નગર આરાધના ભવન મો.૯૭૨૭૫ ૬૯૬૫૨, પૂ.ધર્મિલાબાઈ મ.સ.આદિ ઠાણા- સદર ઉપા.મો.૯૮૭૯૯ ૭૨૮૯૩, પૂ.ભાનુબાઈ મ.સ.આદિ ઠાણા ગીત ગૂર્જરી ઉપા.મો.૯૮૨૫૪ ૩૮૧૩૯, પૂ.શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા- જય જિનેન્દ્ર,જન કલ્યાણ, મો.૯૮૨૪૪ ૨૦૨૯૯, પૂ.હંસાબાઈ મ.સ.આદિ ઠાણા મનહર પ્લોટ શેઠ પૌષધશાળા મો.૯૮૨૫૩ ૧૭૩૩૩, પૂ.જયોત્સનાબાઈ મ.સ.આદિ ઠાણા- નવકાર આરાધના ભવન,ઈન્દ્રપ્રસ્થ - અંબિકા પાર્ક મો.૯૪૨૭૨ ૫૫૦૦૫, પૂ.પ્રભાબાઈ મ.સ.આદિ ઠાણા- જૈન ચાલ ઉપા.મો.૯૮૨૫૭ ૬૫૨૭૫, પૂ.ભદ્રાબાઈ મ.સ.આદિ ઠાણા- રોયલ પાર્ક ઉપાશ્રય મો.૯૮૨૪૦ ૪૩૭૬૯, પૂ.સાધનાબાઈ - સંગીતાબાઈમ.સ. રાજગીરી મો.૯૮૮૬૮ ૯૩૫૩૫, પૂ.મીનળબાઈ - શ્રેયાંશીબાઈ મ.સ. શેઠ ઉપા.મો.૯૮૨૪૦ ૪૩૭૬૯, પૂ.વિજયાબાઈ મ.સ.,પૂ.દિક્ષિતાબાઈ મ.સ.આદિ ઠાણા- સદર ઉપા.મો.૯૭૭૯૯ ૭૨૮૯૩, પૂ.સુનિતાબાઈ - શ્રેતાંશીબાઈ મ.સ. ગોંડલ રોડ વેસ્ટ ઉપા.મો.૯૪૨૬૨ ૫૪૩૦૫, પૂ.વિનોદિનીબાઈ મ.સ.આદિ ઠાણા- હેતલ એપા.જાગનાથ પ્લોટ,મો.૯૮૨૪૦ ૪૩૭૬૯, પૂ.મનીષાબાઈ - જીગ્નાશાબાઈ મ.સ. ઉવસગહરં સાધના ભવન મો.૯૮૨૫૨ ૨૯૫૦૪, પૂ.કિરણબાઈર્ં મ.સ. વીતરાગ સોસા.ફલેટ મો.૯૩૭૪૧ ૨૩૭૬૯, પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા- ઋષભદેવ ઉપાશ્રય...ફોન ૦૨૮૧ ૨૫૮૧૬૯૫, પૂ.ચંદનબાઈ મ.સ.આદિ ઠાણા અમરદીપ,૪ જાગનાથ પ્લોટ,મો.૯૮૨૪૨ ૦૦૭૩૧, પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા- આનંદનગર ઉપા.મો.૯૮૨૪૨ ૦૦૭૩૧, પૂ.કિરણબાઈ મ.સ.આદિ ઠાણા (સંઘાણી સંપ્રદાય), દિવાન પરા ઉપા.મો.૯૪૨૮૪ ૬૩૦૮૩, પૂ.સાધનાબાઈ મ.સ.આદિ ઠાણા (સંઘાણી સંપ્રદાય),મહાવીરનગર ઉપા.મો.૯૯૨૪૯ ૦૩૬૦૦, પૂ .ચંદ્રિકાબાઈ મ.સ.આદિ ઠાણા- (સંઘાણી સંપ્રદાય),રેસકોર્સ પાર્ક ઉપા.મો.૯૮૨૫૫ ૧૧૨૯૫, પૂ.હર્ષાબાઈ મ.સ.આદિ ઠાણા- (સંઘાણી સંપ્રદાય), પ્રહલાદ પ્લોટ ૧૩, મો.૯૯૭૯૯ ૧૧૧૨૯, પૂ.પ્રતિભાબાઈ મ.સ.આદિ ઠાણા- ( અજરામર સંપ્રદાય)અજરામર ઉપાશ્રય મો.૯૮૨૫૩ ૩૬૧૯મ, પૂ.અરૂણાબાઈ મ.સ.આદિ ઠાણા-(બોટાદ સંપ્રદાય) નેમિનાથ - વીતરાગ ઉપાશ્રય મો.૯૮૨૪૨ ૦૦૬૭૦, તેમ ચંદ્રકાન્તભાઈ શેઠ મો.૯૮૨૪૦ ૪૩૭૬૯, ડોલરભાઈ કોઠારી મો.૯૮૨૫૩ ૧૭૩૩૩ તથા  મનોજ ડેલીવાળા, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯એ જણાવેલ છે.

(11:29 am IST)