Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મકાનવેરાનાં ૨૩૦ ચેક રીટર્નઃ પ્રજાની તિજોરીમાં લાખોનો ધુમ્બો

મિલ્કત સીલીંગ ઝુંબેશ દરમિયાન અપાયેલ ચેક રીર્ટન થતા રૂ.૭૦ થી ૮૦ લાખનું નુકસાનઃ કોણ જવાબદાર ?

રાજકોટ,તા.૧૦:  મ્યુ. કોર્પોરેશનની આર્થિક કરોડરજ્જુ સમાન મકાનવેરાની આવક માટે તંત્ર દર વર્ષે માર્ચ એન્ડીગમાં મિલ્કતો સીલ, નળકપાત,  હરરાજી સહીતની કડક વેરા વસુલાત ઝુંબેશ દિવસ-રાત એક કરીને હાથ ધરે છે. પરંતુ અંતે બધુ દળી દળીને ઢાંકણીમાં જેવી સ્થિતિ સર્જાઇ છે. કેમ કે બાકીવેરા માટે જે ચેક લેવામાં આવ્યા હોય છે તે રિટર્ન થવાની ફરીયાદો વ્યાપક  બની છે. આ પ્રકારે ચેક રીટર્ન થવાથી તંત્રને છેલ્લા માસમાં રૂ.૭૦ લાખનો  આવ્યાની ચોંકાવનારી હકીકત ખુલી છે. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી ટેકસ બ્રાંચને મિલ્કત વેરાનો વર્ષનો રૂ. ર૨૫ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બાકીદારો પાસેથી વેરો વસુલવા સીલીંગ, નળ જોડાણ કટ્ટ, મિલ્કત જપ્તી તથા હરરાજી સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે ત્યારે બાકીદારો ચેક આપી મિલ્કત વેરો ભરપાઇ કરે છે. આ અંગે  તંત્રના સતાવાર સુત્રોમાંથી મળતી માહીતી મુજબ વેરા શાખામાં ૨૩૦ ચેક રીટર્ન થયા છે. આ ચેક રિટર્ન થવાથી કોર્પોરેશનની  તિજોરીમાં રૂ. ૭૦ થી ૮૦ લાખનો ધુંમ્બો લાગ્યો છે. આમ વેરા શાખામાં લાખોનાં ચેક રીટર્ન થતા પ્રજાની તિજોરીમાં થયેલ નુકશાની માટે કોણ જવાબદાર? લોકોમાં ચર્ચાઇ રહયું છે.

નોંધનીય છે કે ચેક રીટર્ન માટે કડક કાનુની જોગવાઇ છે ત્યારે તંત્રની આંખમાં ધુળ નાખનારા આવા લોકો સામે કેમ પગલા નથી લેવાતા? તેવા સવાલો સાથે રીટર્ન'નું આ રીતસરનું કારસ્તાન હોવાની ચર્ચા પણ જાગી છે.

(4:05 pm IST)