Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

હનુમાન મઢીના ચોળાફળીના ધંધાર્થી વણિક યુવાન મનિષ સાંગાણીને વ્યાજ માટે ખૂનની ધમકી

૧.૮૦ લાખ સામે ૩.ર૦ લાખ ચુકવ્યા છતાં વધુ માંગી ધમકી : એક સમયના મિત્ર વિપુલ સાયાણીએ જ પઠાણી ઉઘરાણી કર્યાનો આરોપ

રાજકોટ, તા. ૧૧ :  દોઢસો ફૂટ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ સત્તાધાર સોસાયટીમાં રહેતા ચોળાફળીના વેપારીએ વ્યાજે લીધેલા રૃપિયાના ૩.ર૦ લાખ ચુકવ્યા છતાં મુદત ૧.૮૦ લાખની પઠાણી ઉઘરાણી કરી વિપુલ સાયાણી નામના શખ્સે ધમકી આપતા ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ દોઢ સો ફૂટ રોડ સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ સત્તાધાર સોસાયટી શેરી નં. ૧માં રહેતના મનીષભાઇ પ્રવિણચંદ્ર સાંગાણી (ઉ.વ.૪૭) પૂર્વે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં રેલનગરમાં વિપુલ સાયાણીનું નામ આવ્યું છે. મનિષભાઇએ ફરીયાદમાંૈ જણાવ્યું છે ક ે, પોતે છેલ્લા ત્રણ વર્ષથી અશોકભાઇ આહીરના મકાનમાં ભાડેથી રહે છે. રીક્ષા ચલાવી પરિવારનુ઼ ગુજરાન ચલાવે છે. ત્રણ વર્ષ પહેલા શીવાજી પાર્ક એરપોર્ટ રોડ ફાટક પાસે રહેતા હતા. અને હનુમાન મઢી પાસે ચોળાફળીની રેકડી રાખી વેપાર કરતા હતા. આજથી બે વર્ષ પહેલા વિપુલ સાયાણી તેને લાખના બંગલા પાસે કરીયાણાની ઙ્ગદુકાનો હતી અને રેલનગરમાં રહેતો હતો. જેથી હું તેમની પાસેથી ચોળાફળીનો માલ રોકડા પૈસાથી ખરીદ કરતો હતો. જેથી તેઓના પરિચયમાં આવતા અમો બંને મિત્ર થયેલ હતા. અને હું ચોળાફળીના વેપાર સાથે નીશીત સાંગાણી સાથે ભાગીદારીમાં શેરબજારનું કામ કરતો હતો. જેથી મારે  જે તે સમયે ધંધામાં ખોટ આવતા મેં મિત્ર વિપુલ સાયાણી પાસેથી તા. ૧-૧-૧૭ થી ૩૧-૩-૧૭ દરમિયાન કટકે-કટકે, ૧પ હજાર, ર૦ હજાર, ૧૦ હજાર, ૩૦ હજાર, પ૦ હજાર, ૧૦ હજાર, રપ હજાર અને ર૦ હજાર મળી રૂ. ૧.૮૦ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને આ અમારો મોટા ભાગનો વ્યવહાર  મારી ચોળાફળીની રેકડીએ હનુમાન મઢી પાસે થતો હતો. તે વ્યાજે લીધેલ રૃપીયાના બદલામાં મે આ વિપુલને બે ચેક ચાર મહીના પહેલા આપેલ. વ્યાજ સહીત રૂ.૩.ર૦ લાખ રોકડા ચુકવી દિધેેલ છે. તેમ છતા આ વિપુલ તે મને એક પણ રૃપીયો આપેલ નથી તેમ કહી વ્યાજે લીધેલ રૃપીયાની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ આપે છે અને વધુ રૃપીયાની માંગણી કરતો હોય જેથી મેં તેને પૈસા આપવાની ના પાડતા વિપુલ સાયાણીએ મારા ચેક બેંકમાં નાખતા માર બેંક એકાઉન્ટમાં પૈસા ન હોઇ જેથી ચેક રીટર્ન થતા વિપુલે ચેક રીટર્નની ફરીયાદ કરી પરેશાન કરે છે અને પૈસાની ઉઘરાણી કરી ધમકી આપતો હોવાનું જણાવ્યું છે.આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ વી.સી. પરમારે તપાસ આદરી છે.

(4:48 pm IST)