Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ટાગોર રોડ પર ડિમોલીશનઃ ર૦ સ્થળોએથી ઓટા-હોર્ડીંગ બોર્ડ તોડી પડાયા

વન-ડે વન-રોડ ઝુંબેશ હેઠળ ભકિતનગર સ્ટેશન રોડથી વિરાણી ચોક સુધીના વિસ્તારમાં પાર્કીંંગ-માર્જીનની જગ્યા ખુલ્લી કરાઇઃ ગંદકી ફેલાવતા ૧૩ વેપારીઓને રૂ. ૪૩પ૦નો દંડઃ બે કિલો પ્લાસ્ટીક જપ્ત

બુલડોઝર ધણધણ્યું: મ્યુનિ. કોર્પોરેશનના વન-ડે વન રોડ ઝુંબેશ હેઠળ આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ભકિતનગર સ્ટેશન રોડથી વિરાણી ચોક સુધીના ર૦ સ્થળોએથી પાર્કીંગ-માર્જીનના ખડકાયેલ ઓટા, હોર્ડીંંગ બોર્ડના દબાણો દુર કર્યા, વીજીલન્સ બંદોબસ્ત, કોર્પોરેશનની ટીપી શાખાના અધિકારીઓ, લોકોના ટોળા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૧: મ્યુનિ. કોર્પોરેશનના વન-ડે વન-રોડ ઝુંબેશ હેઠળ આજે ટાઉન પ્લાનીંગ, આરોગ્ય વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગ ટાગોર રોડ પર ત્રાકટયો હતો. ટી.પી. શાખા દ્વારા આ વિસ્તારમાંથી પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ કુલ ૨૪ સ્થળોએથી ઓટો ગ્રીલ તથા છાપરાના દબાણ દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

કમિશ્નર બન્છાનિધિ પાની ની સુચના અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશન ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એસ્ટ્રોન ચોક થી ભકિતનગર સ્ટેશન રોડ પર ''વન વીક વન રોડ અંતગર્ત'' વોર્ડ નં.૭માં પાર્કિગ તથા માર્જિનમાં થયેલ દબાણ/ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતે કુલ-૨૦(વીસ) સ્થળોએ માર્જિનમાં થયેલ ઓટા, ગ્રીલ તથા છાપરાનાં ના દબાણ ઘ્ુર કરાવવામાં આવેલ. તેમજ ન્યુસન્સ (ગંદકી) કરવા બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ૧૩ વ્યકિતઓ પાસેથી કુલ રૂ.૪૩૫૦/- દંડ પેટે વસુલવામાં આવેલ છે તથા બે કિલો પ્લાસ્ટીક જપ્ત કરેલ છે. જેમાં કોર મોબાઇલ સેન્ટર, ડોમિનોઝ પીઝા, મુંબઇ સ્નેકસ સેન્ટર, હરેકુષ્ણ સ્ટેશનરી એન્ડ ઝેરોક્ષ, સંતોષ હેર સલુન, મોમાઇ ટી સ્ટોલ, રામનાથ ટી સેન્ટર, જય રાજ મંદિર ફરસાણ, ગોપાલ ભજીયા હાઉસ, હરી પેલેસ કોમ્પલેક્ષ-આદર્શ હાર્ડવેર મોલ, હરી પેલેસ કોમ્પલેક્ષ-ગ્રીનલીમ લેમિનેટ, હરી પેલેસ કોમ્પલેક્ષ-ગીરીરાજ હાર્ડવેર, પાર્થ ડેવલોપર્સ, પારસનાથ વાયર ઇન્ડસ્ટ્રીઝ, ચંદન સેનેટરીવેર્સ, રેડ એપલ વુડ, યુનિકોન સિસ્ટમ કોમ્પલેક્ષ, ડીકો સિટી એસેસરીઝ, બાવીસી પ્લાયવુડ માર્કેટીંગ, જે.પી.ટાવર કોમ્પલેક્ષ, સહિતના સ્થળોએ થી ઓટા, હોર્ડીગબોર્ડના દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.(૧.૨૦)

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ' વન વીક વન રોડ ' અંતર્ગતસંયુકત કાર્યવાહી કરવા હુકમ  કરવામાં આવેલ. આ કામગીરી ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસિ. ટાઉન પ્લાનર શ્રી આય.યુ. વસાવા, એસ.એસ.ગુપ્તા, આસિ.એન્જિનીયર શ્રી વિજય બાબરીયા ઋષિ ચોૈહાણ, એડીશ્નલ આસી. એન્જિનિયર  દિલીપ પંડયા, તુષાર લિંબડીયા, એસ.એેફે કડિયા તથા અન્ય સેન્ટ્રલ ઝોનનો તમામ ટી.પી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર શ્રી જીજળા તથા તેમનો સ્ટાફ એસ્ટેટ વિભાગના અધિકારી શ્રી કાથરોટીયા તથા તેમનો સ્ટાફ, દબાણ હટાવ શાખાના અધિકારીશ્રી ડોડીયા તથા તેમનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તથા ફાયરબ્રીગેડ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી   દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાના હધિકારી શ્રી ઝાલા તથા તેમનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.

(4:41 pm IST)