Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

૧૯ મીએ મનપાનું જનરલ બોર્ડઃ પાણી-આરોગ્ય-બાંધકામના પ્રશ્નો ગાજશે

ભાજપ-કોંગ્રેસનાં ૧૯ કોર્પોરેટરોએ ૪૬ પ્રશ્નો પુછયાઃ કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાનો પ્રથમ પ્રશ્ન

રાજકોટ તા. ૧૧ :. મ્યુનિ. કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક આગામી તા. ૧૯ એપ્રિલને ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે મળશે. આ માટેનો એજન્ડા પણ આજે સેક્રેટરી શ્રી રૂપારેલીયા દ્વારા મેયર ડો. જૈમન ઉપાધ્યાયની સુચનાથી પ્રસિધ્ધ કર્યો છે. આ બોર્ડમાં ભાજપ-કોંગ્રેના ૧૯ કોર્પોરેટર દ્વારા પાણી, આરોગ્ય, બાંધકામ, ટી. પી. સહિતના ૪૬ પ્રશ્નો રજૂ કર્યા છે. આ સભામાં કોંગ્રેસના વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજાનાં પ્રથમ પ્રશ્ને ચર્ચા થશે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ આગામી તા. ૧૯ ને ગુરૂવારે મળનારી સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના ૧૯ કોર્પોરેટરો દ્વારા જ આજે બપોર સુધીમાં ૪૬ પ્રશ્રો રજૂ કરવામાં આવ્યા છે.

જેમાં પ્રથમ પ્રશ્ન કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ વોર્ડ નં. ૧૧ ના વિસ્તાર જીવરાજ પાર્કથી આર્યલેન્ડ કસ્તુરી પાર્ક વિસ્તારનો ડામર રોડ વર્ષ ર૦૧૭-૧૮ ના એકશન પ્લાનમાં પાસ થયેલો ને બાદમાં આ કામગીરી એક એજન્સીને પણ સોંપવામાં આવેલી. રસ્તાના ખાત મુર્હુત પણ થયેલા પણ વર્ષ થવા છતા પણ આ રોડનું કામ શરૂ કરવામાં આવેલ નથી. તો કયાં કારણોસર વિલંબમાં છે ?

વોર્ડ નં. ૧૧ માં રા. મ્યુિ.ન કોર્પો. દ્વારા વૃક્ષારોપણ દ્વારા વૃક્ષો વાવેતર કરેલ તેમજ રોડ પર વૃક્ષો વાવેલા છે. પરંતુ હવે ઉનાળાની ગરમીના કારણે આ વૃક્ષો જીવન-મરણ  વચ્ચે જોલા ખાય છે. તો આ વૃક્ષોને પાણી માટેનો શું આગામી પ્લાન છે ?

આ વોર્ડના ઘણા બધા વિસ્તારમાં પાણીના વાલ્વ લીકેજ છે. ને પાણી બગાડ થાય છે. તે બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવેલ ને વાલ્વ બદલી પણ થયેલ છે. પણ જે તે સ્થીતી છે તો શું અમારા આ વિસ્તારને પણ વાલ્વ કૌભાંડ ભરખી ગયેલ છે. સહિતના પ્રશ્નો રજૂ કર્યા છે.

જયારે બીજો પ્રશ્નો કોંગ્રેસના સીમ્મીબેન જાદવ દ્વારા ટી.પી., ઓડીટ તથા પ્રોજેકટનો રજૂ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અશ્વિનભાઇ ભોરણીયાએ ટી. પી. શોપ-ર, અનિતાબેન ગૌસ્વામીએ રોશની, જગ્યા રોકાણ-ર, મનસુખભાઇ કાલરીયા-સો. વે.મે., વોટર વર્કસ, ટ્રાફીક એન્ડ ટ્રાન્સ-૩, વર્ષાબેન રાણપરા-આવાસ યોજના, રોશની-ર, અજયભાઇ પરમાર જગ્યા રોકાણ, માર્કેટ-ર, અંજનાબેન મોરઝરીયા-વોટર વર્કસ, દેવરાજભાઇ મકવાણા-ટી. પી. બાંધકામ, વિજયાબેન વાછાણી-આરોગ્ય-ર, બીનાબેન આચાર્ય-આરોગ્ય ટી.પી.-ર, મનીષભાઇ રાડીયા-વોટર વર્કસ, ટેક્ષ-ર, વશરામભાઇ સાગઠીયા-એસ્ટેટ, વોટર વર્કસ, આરોગ્ય-૩, રેખાબેન ગજેરા-પી.પી.પી. યોજના, ટી. પી., ગાર્ડન-૩,

કોંગ્રેસના પુર્વ વિપક્ષી નેતા  ગાયત્રીબા વાઘેલાએ  ફુડ, બાંધકામ, સો. વે. મે., મુકેશભાઇ રાદડીયા સો. વે. મે. શોપ,  અતુલભાઇ રાજાણી-વોટર વર્કસ, બાંધકામ-ર, દિલીપભાઇ આસવાણી સાં. વિ. વિ. બાંધકામ, વિજીલન્સ, ગીતાબેન ડી. પુરબીયાએ વોટર વર્કસ, ડ્રેનેજ બાંધકામ સહિતના ૪૬ પ્રશ્નો પુછવામાં આવ્યા છે.

(4:40 pm IST)