Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અખાત્રીજ (૧૮ એપ્રિલ)થી લગ્નોત્સવની હારમાળા

વૈશાખ મહિનામાં ૧૭ દિ' લગ્નોના મુહુર્તઃ ૧૬ મેથી અધિક માસનો પ્રારંભ

રાજકોટ, તા., ૧૧: ગુજરાતમાં હાલ વિરામ લઇ રહેલી લગ્નોત્સવની મોસમના ફરી ૧૮ એપ્રિલથી મંડાણ થશે. એક મહિનો લગ્નોત્સવની હારમાળા સર્જાશે. તા.૧૬ મેથી અધિક (પરસોતમ) માસ આવી રહયો હોવાથી તે વખતે લગ્નોત્સવ જેવા શુભ કાર્યોને બ્રેક લાગશે. પ્રથમ જેઠ મહિનો અધિક મહિના તરીકે આવી રહયો છે. બીજો જેઠ માસ રાબેતા મુજબનો રહેશે.

શાસ્ત્રોકત બાબતોના વિદ્વાન શાસ્ત્રી શ્રી લલીતકુમાર લાભશંકરભાઇ ભટ્ટના અભિપ્રાય મુજબ તા.૧૮ એપ્રિલે અખાત્રીજ છે. અખાત્રીજ એ સિધ્ધ મુહુર્ત છે. તે દિવસે મુહુર્ત જોયા વગર કોઇ પણ શુભકાર્ય થઇ શકે છે. તે જ દિવસથી લગ્નોત્સવનો પ્રારંભ થશે. ૧પ મે સુધીમાં આખા વૈશાખ મહિનામાં ૧૭ દિવસ લગ્નના મુહુર્ત છે. તા.૧૬ મેથી અધિક માસનો પ્રારંભ થશે. દાન, પુણ્ય, જપની દ્રષ્ટિએ અધિક માસનું અધિક મહત્વ છે. અધિક મહિનામાં સગાઇ, લગ્ન, વાસ્તુ, યજ્ઞોપવિત જેવા પ્રસંગો યોજવા માટે શાસ્ત્રોકત દ્રષ્ટિએ નિષેધ છે.

(4:54 pm IST)