Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ટાગોર રોડ પર ખાદ્યચીજોના વેપારીને ત્યાં આરોગ્યના દરોડા

ફુડ લાયસન્સ વિનાની દુકાનોને નોટીસઃ કાચના ૧૮ ગ્લાસ જપ્ત

રાજકોટ,તા.૧૧: મ્યુનિ કોર્પોરેશનની વન-ડે વન રોડ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય શાખાની ટીમ દ્વારા ટાગોર રોડ પર આવેલ ખાદ્યચીજનું વેચાણ કરતા ૪૦ વેપારીઓન ેત્યાં ચકાસણી કરી ૧૬ ધંધાર્થીઓને ફુડલાયસન્સ ન હોવાથી નોટીસ પાઠવવામાં આવી છે. તેમજ ૨૫ કાચના ગ્લાસ જપ્ત કરવામાં આવ્યા છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ આ ચકાસણી દરમ્યાન ખાદ્યચીજોના વિક્રેતા પાનશોપ, ફાસ્ટફુડ પાર્લર,જયુસ પાર્લર,બેકરી શોપ, ફરસાણના વિક્રેતા,ટી-સ્ટોલ,ડેરી ફાર્મ, જેવા તમામ ફુડ બિઝનેશ ઓપરેટરની આરોગ્યપ્રદ સંગ્રહ/ઉત્પાદન તથા ફુડ લાયસન્સ/રજીસ્ટ્રેશન બાબતે રો-મટીરીયલની ગુણવતા તથા સમગ્ર પ્રીમાઇસીસની હાઇજીનીક કંડીશન બાબતે સધન ચકાસણી કરેલ દરમ્યાન ફુડ લાયસન્સ/રજીસ્ટ્રેશન નંબર મેળવેલ હોય તેવા આસામીઓ,બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કે સંગ્રહ કરેલ હોય છાપેલ રદી પસ્તીનો પેકિંગમાં ઉપયોગ, દાજયુંતેલનો ઉપયોગ, કાચા તેલને ફરસાણમાં ઉપયોગ કરે છે, તે દર્શાવતું બોર્ડ,બ્રિજમાં કાપેલા વાસી- સડેલા પડતર સ્વાસ્થ્ય માટે હાનિકારક અખાદ્ય ચીજોનો સ્થળ પર નાશની કાર્યવાહી કરવામાં આવેલ, તેમજ જવાબદાર આસામીઓને નોટીસ આપેલ, દરમ્યાન કુલ ૧૮ ગ્લાસ નાશ કરાવેલ.

ઉપરોકત કાર્યવાહી આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન.પંચાલની સુચના મુજબ એફએસઓ આર.આર. પરમાર તથા કે.એમ.રાઠોડ દ્વારા કરવામાં આવેલ.(૧.૨૨)

 

(4:34 pm IST)