Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

નવા GDCRમાં નાના બાંધકામો માટે થયેલા ફેરફારો જાહેર કરતા ટી.પી.ઓ.

રાજકોટ તા.૧૧ : રાજય સરકાર દ્વારા મંજુર થયેલ નવા જી.ડી.સી.આર. (બાંધાકામ નિયમો) માં નાના બાંધકામો માટે કરાયેલા ફેરફારોને મ્યુ.કોર્પોરેશનના ટાઉન પ્લાનીગ ઓફીસરે જાહેર કર્યા છ.ે

આ અંગે ટી.પી.ઓ. શ્રી સાગઠીયાએ જાહેર કરેલા ફેરફારની વિગત આ મુજબ છ.ે

રો-હાઉસીંગ બનાવવા માટે ઓછામાં ઓછો ૧૦૦૦.૦૦ ચો.મી. ક્ષેત્રફળમાં બનાવી શકશે. કોમનવોલ પ૦% જોડવી જરૂરી બનશે ૬૦% જોડવી જરૂરી બનશે. ૬૦% સુધીની મર્યાદામાં બાંધકામ ઓછામાં ઓછંુ ફ્રન્ટ માર્જીન ર.૦૦ મી રીયર માર્જીન ર.પ મી. રાખવું અગાઉ સીજીડીસીઆરમાં જે જે જગ્યાએ ૧પ.૦૦ મી.ની. બિલ્ડીંગ હાઇટ હળવાપાત્ર હતી જેને બદલે ૧૬.પ૦ મી. બિલ્ડીંગ હાઇટ મળવા પાત્ર થશે.

હયાત બાંધકામ હોઇ તો ૧ર.૦૦ થી નાના રોડ/૧ર.૦૦ મી ના રોડ સુધી ૭.પ મી.નો રોડના સેન્ટરથી સેટબેક મુકી વાણીજય હેતુનું બાંધકામ મળવાપાત્ર થશે.

અગાઉ ૯.૦૦ મી.થી નાના ફ્રન્ટેજવાળા પ્લોટનું સબ-પ્લોટીંગ મંજુરીને પાત્ર ન હતુંતેનું ક્ષેત્રફળ મુજબ સબ પ્લોટીંગ ૩.૦૦ મી. ફ્રન્ટેજ સુધીની મર્યાદામાં શકય બનશે.

મંજુર થયેલ લે-આઉટ તથા તેમા વિકાસ પરવાનગી માટે છોડવાની થતી ૪૦% જમીનની કપાત ર૮ માર્ચ ર૦૧૮ પૂર્વે આપવામાં આવેલ બિનખેતી હુકમવાળી મિલ્કતને મુકિત આપવામાં આવેલ છે.ખેડવાણ જમીનમાં વિકાસ પરવાનગી મેળવવા ૪૦% કપાત થશે. ૧૦.૦૦૦ ચો.મી.થી વધારે પ્લોટ સાઇઝમાં વૃક્ષારોપણ ાટે છોડવાની થતી ૬% વધારાની જમીન ફાળવવાનો કલોઝ રદ કરવામાં આવેલ છે.

અગાઉ ૧૦૦.૦૦ ચો.મી.પ્લોટ એરીયા માટે ત્રણ વૃક્ષ વાવવા જરૂરી હતા તેમાં વધારો કરી કુલ ૪ વૃક્ષ રોપવા અનિવાર્ય કર્યા તથા દર ર૦૦ ચો.મી.એ. ૪ વૃક્ષ પ૦૦.૦૦ ચો.મી. સુધી અને પ૦૦.૦૦ ચો.મી.થી વધારે પ્લોટ એરીયામાં દર ર૦૦.૦૦ ચો.મી.એ પાંચ વૃક્ષ રોપવા અનિવાર્ય કર્યા. અગાઉ રપ.૦૦ મી.સુધી Hollowplinth બિલ્ડીંગ ઉંચાઇમાંથી બાદ આપવામાં આવતી હતી તેની જગ્યાએ પાર્કિંગ કોઇપણ ફલોર પર મુકવામાં આવે તો તેને બિલ્ડીંગ Height ની ગણતરીમાંથી મુકિત આપવામાં આવી.

બિલ્ડીંગની ઉંચાઇ Fire પ્રોવિઝન તથા એવીએશન ડીપાર્ટમેન્ટ અથવા અન્ય સત્તા અધિકાર ધરાવતા વિભાગના ધારા ધોરણ મુજબ નિયમબધ્ધ કરવાની રહેશે.

માર્જીનમાં રેમ્પ બિલ્ડીં ફરતે Fire સાધાનોનું હલનચલન થઇ શકે તે રીતે ૪.પ મી. ની ખુલ્લી જગ્યા રાખ્યા બાદ જ આપી શકાશે.

૧પ.૦૦ મી. ના રોડ સુધી અગાઉ ૪.પ મી ફ્રન્ટ રોડ સાઇડ માર્જીનની બદલે ૩.૦૦ મી.ની મર્યાદામાં મુકવા મંજુરી આપવામાં આવેલ છે.

પ્લોટ સાઇઝ રપ,૦૦ મી સુધી રહેણાંક બાંધકામ માટે પાછળ તથા સાઇડ માર્જીન મુકવાનું રહેશે નહી પ્લોટ સાઇઝ રપ.૦૦ મી થી ૮૦.૦૦ મી. સુધી પાછળનું માર્જીન ૧.૦ મી મુકવાનું પર્યાપ્ત રહેશ (જે અગાઉ ર.રપ પી. હતું.)

પ્લોટ સાઇઝ ૮૦.૦૦૦ ચો.મી.થી ૧પ૦ ચો.મી.સુધી ૧.પ૦ મી. પાછળનું માર્જીન મુકવાનું પર્યાપ્ત રહેશે. (જે અગાઉ ર.રપ મી.હતું.)

પ્લોટ સાઇઝ ૩૦૦.૦૦ થી પ૦૦.૦૦૦ ચો.મી.સુધી પાછળનું માર્જીન ૩.૦૦ મી. (ર.રપ મી. આઉનુ) અને સાઇડ માર્જીન ર.૦૦ મી. જાળવવાનું થશે (જે અગાઉ ૩ મી. હતું.)

નાના રહેણાંકના મકાનોમાં ૧૦૦.૦૦ ચો.મી.પ્લોટ એરીયા સુધી ૧.૦૦ મી પહોળાઇની સીડી., ૬.૦૦ મી. ના રોડ ૧.પ૦ મી માર્જીન તથા ૭.પ૦ મી.ના રોડ પર પ્લોટ બાઉન્ડ્રીથી મુકી  શકાશે.

(4:14 pm IST)