Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કૂચીયાદડમાં પુરતુ પાણી અપાય છેઃ પાણી પુરવઠા રોજનું ૧II લાખ લીટર પાણી આપે છેઃ ડે.કલેકટરનો નિર્દેશ...

ગામમાં પાણી ચોરી કરનારને માઇક દ્વારા ચેતવણીઃર દિ'માં યોગ્ય કરી લો નહી તો પોલીસ ફરિયાદ સુધીના પગલા : કટકે...કટકે... જે વિસ્તારનો વારો હોય છે ત્યાં ૮ થી ૧૦ કલાક પાણી અપાય છેઃ દરરોજ ૧ કલાક તમામ વિસ્તારમાં આપવા સુચના : ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની-મામલતદારઃ તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા-સરપંચ-તલાટી પાણી-પુરવઠા બોર્ડ અને ગ્રામજનોની મીટીંગ મળીઃ નિવેદનો પણ લેવાયા

કૂચીયાદડમાં પાણીની તકલીફ સંદર્ભે પ્રાંત અધિકારી શ્રીજાની મામલતદાર શ્રી ખાનપરા વિગેરે દોડી ગયા હતા, અને ગ્રામજનો સાથે મીટીંગ યોજી હતી ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ તાલુકાનું કુવાડવા પાસેના કૂચીયાદળ ગામમાં  પાણીનો પ્રોબ્લેમ અને ઢોરના  અવેડામાંથી પાણી ભરવુ પડે છે, લેવુ પડે છે, એવી વિગતો બહાર આવતા જ આજે સીટી પ્રાંત-ર શ્રી પ્રજ્ઞેશ જાની, તાલુકા મામલતદાર ખાનપરા, તાલુકા પંચાયત પ્રમુખ ઘોઘુભા, તલાટી વિગેરે ગામમાં દોડી ગયા હતા, અને સરપંચ-સભ્યો તથા ગ્રામજનો પાસેથી પાણીના પ્રશ્ન અંગે વિગતો જાણતા કંઇક નવી જ વિગતો ખૂલવા પામી હોવાનો નિર્દેશ ડે. કલેકટરશ્રી પ્રજ્ઞેશ જાનીને 'અકિલા' સાથેની વાતચીત દરમિયાન કર્યો હતો.

શ્રી જાનીએ 'અકિલા'ને ઉમેર્યુ હતું કે, કૂચીયાદડમાં પાણીની કોઇ તકલીફ નથી, ગામને રોજની ૧ લાખ ૪૩ હજાર લીટર પાણીની જરૂરીયાત છે તે સામે પાણી પુરવઠા બોર્ડ-સરકાર ૧II લાખ લીટર પાણી આપે છે.

તેમણે ઉમેર્યુ હતું કે પ્રશ્ન ગામની આંતરિક-આયોજન વ્યવસ્થાનો છે. આંતરિક સપ્લાય કટકે કટકે પાણીની કરાય છે, જે વિસ્તાર-પોકેટનો વારો હોય ત્યાં ૮ થી ૧૦ કલાક પાણી અપાય છે, પછી તેમનો ૮ થી ૧૦ દિવસે વારો આવે... આને બદલે પાણી પુરવઠા બોર્ડ દરરોજ દરેક વિસ્તારમાં ૧-૧ કલાક પાણી આપે તેવુ સુચન કરાયું છે. તેમણે જણાવેલ કે પાણી પુરવઠા બોર્ડ પાસે વાલ્વ ખોલવા અંગે કોઇ હાલ ટેકનીકલ સ્ટાફ ન હોય, આ મુશ્કેલી ઉભી થઇ છે, તે ઉપરાંત છેવાડાના વિસ્તારો સુધી પાણી નથી પહોંચતું તેમાં તપાસમાં એવો મુદો બહાર આવ્યો છે કે, વચ્ચેના ક્ષેત્રોમાં અમુક લોકો દ્વારા મોટી મોટરો મુકી પાણી ચોરી કરાય છે, આથી પોલીસની ટીમોને સાથે રાખી આશાવર્કરની બહેનો દ્વારા ર૦ ની ટીમો બનાવી, ગામમાં મામલતદારની ગાડીમાં માઇક દ્વારા દરેક ગ્રામજનને રેગ્યુલાઇઝ મોટરો કરી લેવા સુચના અપાઇ છે, ર દિ' નો સમય અપાયો છે, નહી તો પાણી ચોરી કરનાર સામે ફોજદારીની સીધી ચેતવણી પણ આપી દેવાયાનું ડે. કલેકટર શ્રી જાનીએ ઉમેર્યુ હતું.

(4:09 pm IST)