Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વિશ્વરંગભુમિદિન ઉજવણીઃ કલાનિકેતનનો 'વામિકમ'નો પ્રયોગ

 રાજકોટઃ જાણીતી નાટયસંસ્થા કલાનિકેતન, તથા ભરત યાજ્ઞિક થિયેટર થેરાપીના સંયુકત ઉપક્રમે વિશ્વરંગભુમિ દિનની ઉજવણી, અભિનયના ચાર પ્રકારો માહેના એક 'વામિકમ્' થકી અનોખી રીતે કરવામાં આવી. હેમુ ગઢવીના નાટયગૃહ ખાતે પ્રસ્તૃત આ રંગારંગ કાર્યક્રમમાં જુદી-જુદી છ પ્રસ્તૃતિઓ કરવામાં આવી.

 ભાષા- વ્યુત્પતિના પરિકલ્પનરૂપે કથ્થનનૃત્યશૈલીમાં મંગળાચરણ કર્યું નૃત્યાંગના વરદાયાજ્ઞિકે  ત્યારબાદ કવિશ્રી સિતાંશુ યશચંદ્ર રચિત નાટયાત્મક કવિતાનુ ભાવવાહી શૈલીમાં પઠન, આકાશવાણી- રાજકોટના સહાયક કેન્દ્ર નિયામક તેમજ કવિ અભિનેતા વસંત જોષીએ કર્યું. નાટકના આઠરસો ઉપરાંત નવમાં શાંતરસની ખોજનું જીવનમાં મહોવ છે. જેની શોધમાં સૌ અશાંત છે. વરિષ્ઠ અભિનેતા હસન મલેક દ્વારા પ્રસ્તુત નવ રસની અભિવ્યકિતમાં ''શાંત રસનું સરનામુ આપશો''  ચેકોતીએ સૌને રસતરબોળ કરી દીધો.' વામિકમ્'ના ચોથાક્રમે રજુ થયું મેઘાણીભાઇની ટુંકી વાર્તા 'બુરાઇના દ્વારથી'નું એકાંકી પ્રાસપ ' સથવારો' ભરતયાજ્ઞિકના  રેડીયો નાટક શૈલીના રૂપાંતર નિર્દેશનમાં રેતરાવલ, ચેતન ટાંક, મેધા વિઠલાણી, અદ્વેૈત અંતાહત યોગીની કેલૈયા, કલ્પેશ બોધરા, તથા આસિફ અજમેરીના વાચિકમે પ્રેક્ષકો પર જાદુ કર્યો.

 રંગાભુમિના ૭૫ વર્ષીય રંગકર્મી ભરતયાજ્ઞિકના અનુભવનો નિચોડ પત્રકાર અને નિમલેખાના સંવાદદાતા જવલંતછાયા એસપેરે ખોલી બતાવ્યો અને ' વામિકમ્'નું સમાપન જાણીતા નવલકથાકાર ચિંતક દિનકર જોશીના ' પ્રકાશનો પડછાયો'ના જીવનચરિત્ર ' હરીલાલ'ની ભુમિકાના દર્દના સાકાર કરવામાં વરિષ્ઠ અભિનેતા નિર્દેશક રાજુ યાજ્ઞિક સફળ રહયા કાર્યક્રમનું સંચાલન પલ્લવી વ્યાસે તથા સંગીત  અને પ્રકાશનો સથવારો મિલનજજલિત યારીયાઝ ચલાવી ચેકયું કાર્યક્રમ નિર્માતાઓ હતા શ્રી મતીરેણ તથા પ્રેમલ યાજ્ઞિક છે.

(4:02 pm IST)