Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

આર.કે. યુનિવર્સિટી દ્વારા 'વાયા' ફેશન શો

રાજકોટ,તા.૧૧: આર.કે. યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડીઝાઇન અને તેના ગારમેન્ટ પાર્ટનર 'કલાકૃતિ' દ્વારા ડીઝાઇનની દુનિયામાં પોતાની હાજરી રજુ કરતી એક નવી પહેલ 'વાયા' - ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું. ફેશન શો ની થીમ પારંપારિક વસ્ત્રોને એક બદલાવના સ્વરૂપમાં રજુ કરવાની હતી કે જેમાં ૧૫૦ જુદી જુદી શૈલીઓ પ્રસ્તુત કરવામાં આવી. આર.કે.યુનિવર્સિટીમાં ટૂ઼ક સમયમાં જ શરૂ થનાર સ્કૂલ ઓફ ડીઝાઇનએ, તેની ઓૈપચારીક બેચ શરૂ થતાં પહેલા જ ડીઝાઇનની દુનિયામાં પોતાની હાજરી પુરવાર કરી સમગ્ર રાજય અને પ્રદેશ માં પોતાનુ઼ સ્થાન સિધ્ધ કરી બતાવ્યું. આર.કે. યુનિવર્સિટીના  વિદ્યાર્થીઓ જ આ શો માં મોડેલ તરીકે પ્રદર્શિત થયા એ આ કાર્યક્રમનું સોૈથી મહત્વનું આકર્ષણ હતું.

સમગ્ર સોૈરાષ્ટ્રમાં આ સોૈપ્રથમ ડીઝાઇન ઇન્સ્ટીટયુટ છે કે જે ફેશન ડીઝાઇન માં ગ્રેજયુએટ કોર્સ ઉપલબ્ધ કરશે.

કાર્યક્રમમાં આર.કે. યુનિવર્સિટીના એકસીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ ડેનીશપટેલ, વાઇસ પ્રેસિડેન્ટ મોહિત પટેલ, રજીસ્ટ્રાર નરેન્દ્ર રામાણી, સ્કૂલ ઓફ ડીઝાઇનના ડિરેકટર પ્રો.ડો. મીના જ્હાલા, તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 pm IST)