Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મારવાડી યુનિવર્સિટી ખાતે ખ્યાતનામ બોલીવુડ સિંગર અરમાન મલિકની લાઇવ કોન્સર્ટ

રાજકોટ,તા.૧૧: મારવાડી યુનિવર્સિટીમાં દર વર્ષે મારવાડી ફેસ્ટીવલ (એમ.યુ.ફેસ્ટ)ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ટેકનીકલ,નોન-ટેકનીકલ ઇવેન્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ,ફેશન શો, રોબોરેસ,મ્યુઝીક શો,પોસ્ટર પ્રેઝન્ટેશન,લોગો ડીઝાઇન,જંક યાર્ડ જેવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. દરેક ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અને એમ.યુ.ફેસ્ટની પૂર્ણાહુતીના દિવસે બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અને ગાયક કલાકારોને આમંત્રિત કરાય છે, ગત વર્ષ એમ.યુ.ફેસ્ટ ૨૦૧૭માં બોલીવુડના સુપ્રસિધ્ધ ગાયક કલાકાર સચિન-જીગરને આમંત્રિત કરાયા બાદ આવર્ષે એમ.યુ.ફેસ્ટ ૨૦૧૮માં બોલીવુડના ખ્યાતનામ ગાયક કલાકાર અરમાન મલિકને આમંત્રિત કરાયા હતા. અરમાન મલિક પોતાના અવાજના જાદુ વડે વિશ્વભરમાં બહોળી પ્રસિધ્ધી મેળવનાર ૨૨ વર્ષીય યુવા કલાકારે હિન્દી પિકચર્સના એક થી એક ચડિયાતા ગીતો ગાયેલા છે.

(4:00 pm IST)