Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જૈન વિઝનની મીટીંગ યોજાઇ

 રાજકોટઃ જૈન વિઝન દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત સેવાકીય સદ્કાર્યોની હારમાળા સર્જી અનોખો ઇતિહાસ પ્રસ્થાપિત કર્યો છે ગત તા. ૭ ના રોજ વિસાશ્રીમાળી જૈન વાડી ખાતે આવક-જાવકના હિસાબો રજૂ કરી પારદર્શકતાનો પરિચય કરાવેલ. કાર્યક્રમનો શુભારંભ નેમિનાથ-વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઇ દોશીએ સમૂહમાં સૌને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવી કરાવેલ. શબ્દોથી સ્વાગત સુનિલભાઈ કોઠારીએ કરેલ. ટિમ જૈન વિઝનના ગિરીશભાઈ મહેતાએ દુહા-ભકિતગીતની પ્રસ્તુતિ કરી જૈન વિઝનના ં સંપૂર્ણ આવક-જાવકનો હિસાબ રજૂ કરેલ. ટિમ જૈન વિઝનના સયોંજક મિલન કોઠારીએ  જણાવ્યુ કે જૈન વિઝનની મહાવીર જન્મ કલ્યાણકના માનવતાલક્ષી, સામાજીક, જીવદયા અને સાંસ્કૃતિક સફળતા આપ સૌના સહિયારા પુરુષાર્થને આભારી છે .  આગામી દિવસોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત માટે દિલ્હી જવાના કાર્યક્રમનું પણ આયોજન થશે. આગામી મે મહિનામાં ''ખાદી'' ને લોકો અપનાવે તે માટે ધાર્મિક, સામાજીક અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમનુ આયોજન વિચારણા હેઠળ છે.આ અવસરે જૈન વિઝનની અલગ કમીટીના સદસ્યો ભરત દોશી, આશિષ ગાંધી, ધીરેન ભરવાડા, રજત સંઘવી, બ્રીજેશ મહેતા, જય કામદાર, હિતેષ મણિયાર, ધ્રુમિલ પારેખ, રાજીવ ઘેલાણી, રાજેશ મોદી, નીતીન મહેતા, પ્રગ્નેશ રૂપાણી, હેમાંગી મહેતા અને સમગ્ર ટીમ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરેલ.કાર્યક્રમ મધ્યે ''આવો રે આવો મહાવીર નામ લઈએ'' ભકિત સંગીતના કાર્યક્રમમાં બહેનો  દ્વારા ભકિતભાવે પ્રભુ પ્રત્યેના ભાવો રજૂ કરી ભકિતસભર કાર્યક્રમને જીવંત બનાવેલ તે બહુમાન મહાનુભાવોના  હસ્તે કરવામાં આવેલ.આભારવિધિ ધીરેનભાઈ ભરવાડાએ કરેલ  સમગ્ર કાર્યક્રમનુ  સંચાલન જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાડાએ કરેલ તેમ જૈન વીઝનની યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)