Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

લાલાબાપા મોચી જ્ઞાતી યુવક મંડળ દ્વારા ત્રિવિધ સમારોહ

રાજકોટ : સંતશ્રી લાલાબાપા મોચી જ્ઞાતીના સંત શ્રી લાલાબાપાની ૭૭ મી પુણ્યતીથી, ૯ દીકરીઓના સમુહ લગ્ન ,મહારકતદાન કેમ્પ તથા જન ક્ષત્રીય મોચી જ્ઞાતી એકતા મંડળ  રાજકોટ દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી સમેલન તાજેતરમાં તા. ૭/૪/૨૦૧૮ ને શનિવારના રોજ રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયેલ જેમાં મોચી સમાજના તમામ મંડળો સંતશ્રી લાલાબાપા મોચી જ્ઞાતી યુવક મંડળ જનક્ષત્રીય મોચી સમાજ  એકતા મંડળ, મોચી જ્ઞાતીસમાજ  મોચી સમાજ ટ્રસ્ટ, મોચીજ્ઞાતી કર્મચારી   પ્રગતિ મંડળ, કોઠારીયા રોડ, મોચી જ્ઞાતી સમાજ જામનગર રોડ, મોચી જ્ઞાતી સમાજ લાલાબાપા યુથ મંડળ ઉપલાકાંઠા,સીતારામ ધુન મંડળ, પુનમગઢ મંડળ, ગાંધીગ્રામ, અગીયાસ મંડળ ગાંધીગ્રામ, મોચી જ્ઞાતી સેવા ટ્રસ્ટ, ગાંધીગ્રામ, સંત લાલા બાપા સમુહ લગ્નોત્સવ સમીતીએ તન મન ધનથી  સેવા આપેલ સોૈ પ્રથમ રાજુભાઇ જેઠવાની આગેવાની હેેઠળ જનક્ષત્રીય મોચી જ્ઞાતી એકતા મંડળ દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી સમેલનમાં આશરે ૧૨૦૦ વ્યકિતઓ ઉપસ્થિત રહેલ જેનું સંચાલન રાજુભાઇ જેઠવા, કલ્પેશભાઇ ચાવડા અને અરવિંદભાઇ વાળાએ કરેલ. ત્યારબાદ ૯ દિકરીઓના સમુહ લગ્નનું આયોજન  થયેલ. કરીયાવરમાં આશરે ૧૧૫ વસ્તુઓ અપાઇ હતી.આ  આયોજનમાં મુખ્ય દાતા અને મોચી સમાજના પ્રખર આગેવાન શ્રી રાજુભાઇ જેઠવા, બાબરાવાળાના નેતૃત્વમાં આયોજન કરવામાં આવેલ હતું તેમનું શાલ આપી ફુલહાર અને મોમેન્ટ દ્વારા સન્માન કરવામાં આવેલ ત્યારબાદ મુખ્ય અતિથી વિશેષ અને ઉદૃઘાટક પોલિસકમિશ્નર શ્રી અનુપસિંહ ગેહલોતન ેશાલ આપી મોમેન્ટસ આપી ફુલહાર દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું રાજુભાઇ જેઠવા દ્વારા તેમનું અને  પ્રમુખ દીનેશભાઇ ચોૈહાણે ખાસ સન્માન કરેલ.સ્મૃતી ચીન્હ ભેટ આપેલ, ત્યારબાદ સમુહ મહા આરતી કરવામાંં આવેલ જેમાંસમાજમાં આશરે ૨૦૦૦૦ લોકો ઉપસ્થિત રહેલ. મહરકતદાન કેમ્પમાં ૧૮૨ બોટલ (રકત) બ્લડ એકત્ર કરવામાં આવેલ હતું તેનુ ંસંચાલન અનીલભાઇ ચાવડા લાલાબાપા યુથ મંડળ ઉપલાકાંઠા દ્વારા કરાયેલ. આ સમગ્ર આયોજન રાજુભાઇ જેઠવા બાબરાવાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. તમામ મંડળના મુુખ્ય સંતશ્રી લાલાબાપા મોચીજ્ઞાતી યુવક મંડળના પ્રમુખ દિનેશભાઇ ચોૈહાણ, દિવ્યેશ પરમાર, તેજશ ચોૈહાણ, પ્રશાંત ચુડાસમા,ચંદ્રેશ ચોૈહાણ, રાકેશવાળા,ગુંણવત ઝાલા, ભરત ચોૈહાણ, કલ્પેશભાઇ ચાવડા, લાલજીભાઇ ગોહેલ, જયસુખભાઇ ચુડાસમા, હિંમતભાઇ ચોૈહાણ, વિઠલભાઇ પરમાર, અમુભાઇ નાગર વગેરે સભ્યોએ સેવા આપેલ હતી. કાર્યક્રમના મુખ્ય એનાઉન્સર તરીકે અરવીંદભાઇ વાળાએ સેવા આપી હતી.

(3:59 pm IST)