Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કડવા પટેલ વૃધ્ધ કરસનભાઇ સુરેજાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૧: ગોંડલ રોડ પર ટોયેટાના શો રૂમ પાછળ પાર્થ એપાર્ટમેન્ટ ૧૦૫માં રહેતાં કરસનભાઇ કાનજીભાઇ સુરેજા (ઉ.૮૫) નામના કડવા પટેલ વૃધ્ધ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતકને સંતાનમાં ચાર પુત્રો છે. તેમને બ્લડ પ્રેશરની બિમારી હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી શાપર પોલીસને જાણ કરી હતી.

સર્વોદયના યોગેશભાઇ સુથારનું પણ બેભાન હાલતમાં મોત

અટીકા નહેરૂનગર ૮૦ ફુટ રોડ સર્વોદય સોસાયટી-૫માં રહેતાં યોગેશભાઇ રવજીભાઇ મેસવાણી (સુથાર) (ઉ.૫૩) બિમારીથી ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને આઠ વર્ષથી ડાયાબીટીશની બિમારી હતી. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ભકિતનગરના પી.એસ.આઇ. એ. વી. પીપરોતર અને મયુરભાઇ મિંયાત્રાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:10 pm IST)