Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

રાજકોટઃ આગામી લોકસભાની ચૂંટણીમા કડક આચાર સંહિતાની અમલવારી માટે વાહન ચોરીના ગુન્હા કરવાની ટેવવાળા આરોપીને પાસામા પુરવાનો શહેર પોલીસ કમીશ્નરે હુકમ કરેલ છે

રાજકોટ : પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ  તથા સંયુકત  પોલીસ કમીશ્નર સિદ્ધાર્થ ખત્રી તથા નાયબ પોલીસ કમીશ્નર મનોહરસિંહ  જાડેજા ઝોન-ર ની સુચના મુજબ તથા એ.સી.પી. જે. એસ. ગેડમ દક્ષિણ વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ મિલ્કત વિરૂદ્ધના ગુન્હાઓ કરતા ઇસમો આવા ગુન્હાઓ કરતા અચકાય અને મિલ્કત સંબંધી ગુન્હાઓ પર અંકુશ રહે અને આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તેના ભાગરૂપે  તેમજ આદર્શ આચાર ંસંહિતાનો કડક  અમલ થાય તે માટે વાહન ચોરી કરવાના અનેક ગૂન્હાઓમા પકડાયેલ ઇસમને પાસા વોરંટની માલવીયાનગર પોલીસે બજવણી કરી છે.

પાસા અટકાયતી  લક્ષ્મણભાઇ કેશાભાઇ જાતે દેવી પુજક(ઉ.વ. ૪૦)(રહે. રૈયાધાર સ્લમ કવાર્ટસ સામે મ. પરા, રાજકોટ) વિરૂદ્ધ શહેર માલવીયાનગર  પો.સ્ટે.તથા ગાંધીગ્રામ -ર(યુનિ.) પો.સ્ટે. તથા થોરાળા પો.સ્ટે.  તથા એ-ડીવી.  પો.સ્ટે. ખાતે વાહનચોરીના ગુન્હાઓ દાખલ થયેલ છે.

આ કામગીરીમા પેા.ઇન્સ. એન.એન. ચુડાસમા  તથા પો.સ.ઇ. જે.એસ. ચંપાવત  તથા એ.એસ.આઇ.  પરેશભાઇ એમ જારીયા તથા એ.એસ.અઇા. વેલુભા  પી. ઝાલા તથા  પો.હેડ કોન્સ. જાવેદહુશેન અનવરહુશેન  રીઝવી  તથા પો.કો. ભાવેશભાઇ ગઢવી  તથા પો.કોન્સ.  અરૂણભાઇ બાંભણીયા  તથા પો.કોન્સ. મયુરસિંહ  જાડેજા પો.કોન્સ. કુલદિપસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદિપસિંહ જાડેજા જોડાયા હતા.

(11:45 pm IST)