Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સિવીલ હોસ્પિટલમાં વિમેન્સ વીંગની સ્થાપના

 રાજકોટઃ પી.ડી.યુ. સરકારી મેડીકલ કોલેજ - રાજકોટ દ્વારા ડીન. ડો. ગૌરવીબેન ધ્રુવના માર્ગદશન હેઠળ વિશ્વ મહિલાં દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. સાથે સાથે મેડીકલ કોલેજમાં ઉકત દિવસથી જ પ્રથમ વખત '' વિમેન્સ વીગ'' ની પણ સ્થાપના કરવામાં આવેલ.

 વિશ્વ મહિલા દિન નિમિતે પી.ડી.યુ. મેડીકલ કોલેજ પી.ડી.યુ. સિવીલ હોસ્પિટલના વર્ગ ૧  થી ૪ ના તમામ મહિલા અધિકારી તથા કર્મચારીઓ માટે જ મહિલાઓ માટે આરોગ્ય છે ક્ષેત્રે યટ પ્રશ્ન છે કે ગર્ભાશયના મુખના કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર જે બંને માટે ત્વરિત ઝડપથી કેવી રીતે ખ્યાલ આવે અને યોગ્ય! નિદાન થાય તેના માટે મેમોગ્રાફી, પ્રેપ સ્મીયર જેવાં ટેસ્ટિગ અત્રે વિના મુલ્ય કરવામાં આવેલ અને તેની પ્રાયમરી સંપૂર્ણ માહિતી જે તે નિષ્ણાંત દ્વારા આપવામાં આવેલ. ડીન ડો. ગૌરવીબેન ધ્રુવે જણાવેલ કે  જે મહિલા ૩૫ વર્ષથી ઉપરની વયના હોય તેમણે ખાસ ટેસ્ટ કરાવવુ જરૂરી છે.  સાથે સાથે ઉકત દિવસથી જ મેડીકલ કોલેજ ખાતે 'વિમેન વિંગ' ની સ્થાપના કરવામાં આવેલ. જેમાં મહિલાઓની આધ્યાત્મિક ઉન્નતિ વ્યકિતત્વ વિકાસ , સ્વાસ્થય પ્રત્યે જાગૃતતા , સામાજિક સમરસતા જેવા મુદાઓ પર સમયાંતરે સેમીનાર યોજવા - વર્કશોપ જેવાં કાર્યક્રમો યોજી મહીલા સશકિત કરણનો  હેતુથી અમલીકરણ કરવામાં  આવેલ.આ કાર્યક્રમમાં  મેયર  બીનાબેન આચાયે અને  મહિલા ડોકટર સેલ રાજકોટના પ્રમુખ ડો. સ્વાતીબેન પોપટ પણ ઉપસ્થિત રહેલ. વિમેન્સ વિંગ તથા મેમો ગ્રાફી તેમજ પેપ સ્મીયર વિષે પણ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ.

(3:34 pm IST)