Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સ્ટેશન-ઇ લેંગ્વેજ લેબ દ્વારા સ્કીલ તાલીમ

 આંતર રાષ્ટ્રીય મહીલા દિવસ નિમિતે સ્ટેશન ઇ-લેંગ્વેજ લેબર દ્વારા બહેનો માટે કમ્યુનીકેશન સ્કીલ તાલીમ વર્ગ યોજાયો હતો. આ કાર્યક્રમની નેશનલ એન્થમ સોંગથી શરૂઆત કરી આવેલા માનવતા મહેમાનો મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર દર્શિતાબેન શાહ, જોઇન્ટ કમિશ્નર ઓફ પુલિસ સિધ્ધાર્થ ખત્રી દ્વારા કાર્યક્રમનું દીપ પ્રાગટય કરેલ મહાનુભાવોના હસ્તે અપાઇ ૧૦૦૦ વુમન્સને સ્પેશીયલ ફ્રી ટ્રેનીંગ કોર્ષની ગીફટ અપાઇ હતી. રાજકોટ સીટી વુમન્સ્ કલબના પ્રેસિડેન્ટ પ્રફુલ્લાબેનના સતત પ્રયત્નોથી આ બહેનોને લાભ મળ્યો હતો. ૧૦૦૦ થી વધુ સભ્યોને આ તદન નિઃશુલ્ક ટ્રેનીંગ મેળવવાનો અનેરો અવસર મળ્યો છે. જેમાં સ્ટેશન -ઇ ની વિશેષતાનો બહેનો લાભ લઇ શકે છે.

(3:34 pm IST)