Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફરમાવતી અદાલત

રાજકોટ તા. ૧૧: ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દસ લાખનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામે ફરિયાદી દિનેશભાઇ ધનજીભાઇ પોલરા તે એ.સી.ઇ. ગોલ્ડના પ્રોપરાઇટર દરજજે એ આરોપી રજાકભાઇ સબીરઅલી શેખ ને તા. ૭-૮-ર૦૧પના રોજ રર કેરેટના સોનાના ઘરેણા વેચાણ આપેલ હતા અને સદરહું દાગીનાની બીલની કુલ રકમ રૂ. ૬,૯૭,૦૦૧/- અંકે રૂપિયા છ લાખ સતાણું હજાર એક રૂપિયો પુરા ચુકવવા પાત્ર થતા હતા. તેમજ આરોપી રજાકભાઇ સબીરઅલી શેખ ને ફરીયાદી દિનેશભાઇ ધનજીભાઇ પોલારાની માલીકીની દુકાન કે જે રાજકોટ શહેરમાં સોની બજાર વિસ્તારમાં સવજીભાઇની શેરીમાં આવેલ સુવર્ણમંદિર નામની બહુમાળી ઇમારત માંહેથી ત્રીજા માળે આવેલ દુકાન નં. ૩૩૬ ની દુકાનમાં આરોપી રજાકભાઇ શેખ ભાડેથી બેસતા હતા. ફરીયાદી આરોપી પાસે સોનાના માલનું પાલીસ કામ કરવા આપતા હતા.

આમ દુકાનના હિસાબ પેટે ફરીયાદીના આરોપી રજાકભાઇ શેખ પાસે કુલ રૂ. પ,૧૪,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ ચૌદ હજાર પુરા લેણી રકમ નીકળતી હતી. આમ આ કામના આરોપી પાસેથી ફરીયાદી દિનેશભાઇ પોલરાને કુલ ૧ર,૧૧,૦૦૧/- અંકે રૂપિયા બાર લાખ અગીયાર હજાર એક રૂપિયાનું લેણું બાકી રહેતું હતું તે પેટે આ કામના આરોપી રજાકભાઇ સબીરઅલી શેખ એ બે બે લાખના કુલ પાંચ ચેક ફરિયાદીને આપેલ હતા. આ પાંચેય ચેક રીર્ટન થતા ફરિયાદી એ રાજકોટની અદાલતમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ અલગ અલગ કુલ પાંચ ફરિયાદ દાખલ કરેલ આ દરેક ફરીયાદમાં બન્ને પક્ષકારોને સાંભળી, પુરાવા ધ્યાને લઇ ફરીયાદીની લેણી રકમ ચુકવવામાં આરોપીએ કસુર કરેલ હોય અને ચેક મુજબની રકમની જવાબદારી આરોપી નહીં નિભાવતા રાજકોટના એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી એન. એચ. વાસવેલીયાએ આરોપી રજાકભાઇ સબીરઅલી શેખ ને ૧ વર્ષની સજા તથા રૂ. ૧૦,૦૦,૦૦૦-૦૦ પુરા વળતર ચુકવવાનો મહત્વનો ચુકાદો ફરમાવેલ છે.

ફરીયાદી દિનેશભાઇ ધનજીભાઇ પોલરા વતી વિરેન્દ્ર વિ. રાણીંગા વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:32 pm IST)