Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સામા કાંઠે માસુમ સ્કૂલ પાસે ચાર ટ્રકમાંથી ૨૪ હજારની ૪ બેટરી 'છૂ'

ટ્રાન્સપોર્ટ સંચાલક અજીતભાઇ મેતાની બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૧: સંત કબીર રોડ પર ત્રિવેણી સોસાયટી-૨માં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતાં અજીતભાઇ વશરામભાઇ મેતા (આહિર) (ઉ.૩૨)ના ચાર ટ્રકમાંથી કોઇ રૂ. ૨૪ હજારની ચાર બેટરીઓ ચોરી જતાં ફરિયાદ થઇ છે.

આ અંગે બી-ડિવીઝનના પીએસઆઇ જે.આર. સરવૈયાએ અજીતભાઇની ફરિયાદ નોંધી છે. તેના કહેવા મુજબ પોતાને માલિકીના કુલ ૯ ટ્રક છે. આશરે વીસ-બાવીસ દિવસ  પહેલા માસુમ સ્કુલ પાસે ફેરીલેન્ડ ગાર્ડન નજીક એચપીના પંપ નજીક પોતાના ચાર ટ્રક જીજે૫એયુ-૮૫૫૯, જીજે૭વીડબલ્યુ-૪૮૭૧, જીજે૧૬વી-૩૪૬૫ તથા જીજે૩એટી-૨૪૬૫ રાત્રીના અગીયારેક વાગ્યે પાર્ક કર્યા હતાં. સવારે તપાસ કરતાં આ ચારેય ટ્રકમાંથી કોઇ બેટરીઓ લઇ ગયું હતું. કોઇ જાણીતું બેટરી લઇ ગયું હશે તેમ સમજી થોડા દિવસ ફરિયાદ કરી નહોતી. પણ બાદમાં આ બેટરીની ચોરી થયાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. એક બેટરીની કિંમત ૬ હજાર હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)