Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ૧.૭૮ લાખ બાળકોને પોલીયોની રસી અપાઇ

રાજકોટ,તા.૧૧: મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગઇકાલે  પલ્સ પોલીયો કાર્યક્રમમાં શહેરના ૦ થી ૫ વર્ષ સુધીના કુલ ૧,૭૮,૦૪૦ બાળકોને પોલીયો પીવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું ઉદદ્યાટનનું આયોજન શિવ શકિત સ્કુલ, એસ.એન.કે. સ્કુલ પાસે, યુનિવર્સીટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ હતું. આ પ્રસંગે અંજલીબેન રૂપાણી  ગોવિંદભાઈ પટેલ બીનાબેન આચાર્ય, બંછાનિધિ પાની, અશ્વીનભાઈ મોલીયા, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ચેતન ગણાત્રા, જયમીનભાઈ ઠાકર, અશ્વીનભાઈ ભોરણીયા,  જયોત્સનાબેન ટીલાળા, માધવભાઈ દવ, રજનીભાઈ પટેલ, પરેશભાઈ હુંબલ, પરેશભાઈ તન્ના, ડો. પંકજ પી. રાઠોડ, ડો. મનીષ બી. ચુનારા, ડો. હિરેન વિસાણી સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન  જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે આગામી ત્રણ દિવસ તા.૧૧થી તા.૧૩ સુધી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દ્યરે દ્યરે જઈને પોલીયો રસીકરણની કામગીરી કરવામાં આવશે.

(3:26 pm IST)