Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ધો.૧રમાં એસપીનું પ્રશ્નપત્ર સરળ

ધો.૧રમાં વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર

રાજકોટ, તા., ૧૧: ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષામાં આજે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં આજે એસપી-સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણીજય વ્યવહારનું પ્રશ્નપત્ર હતું જે સરળ  નિકળ્યું હતું.

સવારે એસપીનું પ્રશ્નપત્ર સરળ નિકળતા વિદ્યાર્થીઓએ ખુબ વિશ્વાસપુર્વક ઉતરો આલેખ્યા હતા. બે પ્રશ્ન જુના અભ્યાસક્રમના પુછાયા હોવાનું જાણવા મળે છે.

બપોરે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાન અને ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ભુગોળનું પ્રશ્નપત્ર છે

(3:23 pm IST)