Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

પરમેશ્વર-અટીકા વિસ્તારમાં ૯ મિલ્કતો જપ્તિ કરવા નોટીસ

વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા કાર્યવાહીઃ આજે સેન્ટ્રલ અને પુર્વ ઝોનમાં રૂ.૧૫ લાખની આવક

રાજકોટ, તા.૧૧: મ્યુ. કોર્પોરેશનના વેરા વસુલાત વિભાગ દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વેય આજે પરમેશ્વર, અટીકા વિસ્તારમાં  બાકી વેરો વસુલવા  ૮ મિલ્કતને જપ્તિની નોટીસ આપવામાં આવી છે. આજે ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનનાં વિસ્તારોમાં રૂ.૧૫ લાખની વસુલાત થવા પામી છે.

પુર્વ ઝોન

પુર્વ ઝોન વેરા વસુલાત શાખા  દ્વારા મિલકતવેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.-૪,૫,૬,૧૫,૧૬ તથા ૧૮નાં મોરબી રોડ, પેડક રોડ, માંડા ડુંગર, આજી જીઆઇડીસી, પટેલ નગર તથા વિરાણી અઘાટ સહિતનાં વિસ્તારમાં ૪૭ મિલ્કતોનો બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવતા રૂ.૮.૮૦ લાખની આવક થવા પામી હતી.

આ કામગીરી આસિ. કમિશનર વાંસતીબેન પ્રજાપતી સુચના અને આસી મેનેજર એમ.ડી.ખીમસુરીયાનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રી ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, પરેશ જોશી, બકુલ ભટ્ટ, જે કે જોશી,, અરવિંદ મકવાણા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા આજે યાજ્ઞીક રોડ, મણિનગર, જયરાજ પ્લોટ, પરમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ, અટીકા ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પરમેશ્વર ઇન્ડસ્ટ્રીયલ, અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ૮ મિલ્કતોનો બાકી વેરો વસુલવા જપ્તિની નોટીસ પાઠવામાં આવી છે તેમજ બાકી વિસ્તારો માંથી રૂ.૬.૭ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસી. કમિશ્નરશ્રી કગથરાની સુચના અને આસી. મેનેજર રાજીવ ગામેતીનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્ક, ધૈર્યભાઇ જોષી, હેમાન્દ્રીબા ઝાલા, કેતન સંચાણીયા તથા ટેકસ ઇન્સ્પેકટર કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નીતીનભાઇ ખંભોળીયા, જયોતીભાઇ ખંભોળીયા તથા વોર્ડ કલાર્ક દ્વારા કરવામાં આવી હતી.

(3:19 pm IST)