Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

બેડી વાછક પરમાં બીમારીથી કંટાળી બાવાજી વૃધ્ધ નરભેરામભાઇનો આપઘાત

અપરણીત અપંગ વૃધ્ધ એકલવાયુ જીવન ગાળતા'તાઃ ઉંદર મારવાની દવા પી લેતા મોત

રાજકોટ તા.૧૧: કુવાડવાના બેડી વાછકપર ગામમાં રહેતા બાવાજી વૃધ્ધે બીમારીથી કંટાળી ઉંદર મારવાની દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ બેડી વાછક પર ગામ પાસે પોતાની વાડીની ઓરડીમાં એકલા રહેતા નરભેરામભાઇ મોહનભાઇ ગોંડલીયા (ઉવ.૭૦)એ ગઇકાલે ઉંદર મારવાની દવા પી જતા તેને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકીએ સ્થળપર પહોંચી તપાસ હાથધરી છે મૃતક નરભેરામભાઇ અપરણીત હતા. તે વાડીએ એકલા રહેતા હતા. અને ડાબા પગે અપંગ હતા.  તે થોડા દિવસથી બીમાર રહેતા હોઇ સારસંભાળ કરવાવાળુ કોઇ ન હોઇ તેથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યાનું ખુલ્યુ હતું.

(11:44 am IST)