Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રાજકોટમાં વણજારા સમાજની જનજાગૃતિ સભા : ચાર જિલ્લાનું માળખુ જાહેર

રાજકોટ : વણજારા સમાજની જનજાગૃતિ સભા તાજેતરમાં પૂર્વ આઇ.પી.એસ. અધિકારી ડી. જી. વણજારાના મુખ્ય અતિથિ સ્થાને મળી હતી. આ સભામાં પૂર્વ અધિક સચિવ કે. જી. વણજારા, ઓલ ઇન્ડિયા બંજારા સેવા સંઘ ગુજરાતના પ્રમુખ નારાજી વણજારા, ગુજરાત ગૌરવ પુરસ્કૃત ફોટો જર્નાલીસ્ટ  ભાટી એન., ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ સભ્ય વિજયસિંહ વણજારા, નારણજી રાઠોડ, ધનેશજી વણજારા, ભુરાજી ખેમાવત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેરાજી પઢીયારની આગેવાની હેઠળ રાજકોટ ટીમ આયોજીત આ સભા દરમિયાન વણજારા સમાજમાં શિક્ષણ, સ્ત્રી સશકિતકરણ, સંસ્કાર, રાષ્ટ્રવાદ સહીતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમુહલગ્નના આયોજન અંગે પણ વિચારો રજુ થયા હતા. આ સંમેલનમાં રાજકોટ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર એમ ચાર જિલ્લાના સંગઠનોનું માળખુ તૈયાર કરવામાં આવેલ. આગામી સંમેલન ભાવનગર ખાતે યોજવાની રૂપરેખા જાહેર કરાઇ હતી.

(3:58 pm IST)