Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સંપતિને સાચવી જાણે તે વોચમેન અને સત્કર્મમાં વાપરી જાણે તે માલીક છેઃ પુ.ધીરજમુની મ.સા.

વડાલમાં સાતાકારી ઉપાશ્રયનું ઉદઘાટન

રાજકોટઃ જુનાગઢ નજીક વડાલ ગામે ૧૩૧ વર્ષ જુના જૈન ઉપાશ્રયનું પુનઃ નિર્માણ પુ.શ્રી ધીરજમુની મ.સા.ની અસીમ કૃપાથી મુંબઇના ઉમેશકુમાર કિશોરભાઇ સંઘવી પરીવારના યોગદાનથી સંપન્ન થતાં અમેરીકાના ડો.ચંદ્રાબેન મહેન્દ્રભાઇ વારીઆ અને જયંતભાઇ કામદારના હસ્તે ધર્મસંકુલ ખુલ્લુ મુકવામાં આવતા અનેરો ધર્મરંગ જોવા મળ્યો હતો.

ઉદઘાટન બાદ ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગે થઇ પટેલ સમાજની વાડીમાં ધર્મસભામાં પટેલ સમાજની વાડીમાં ધર્મસભામાં ફેરવાયા બાદ પ્રમુખ પંકજ કોઠારીએ સહુને આવકાર્યા હતા. પૂ. સરલાબાઇ મહાસતીજી, પૂ. અવનીજી મ.સ. પૂ.સુનંદાજી મ.સ. આદિ તેમજ અમેરીકા, સાવરકુંડલા, ચલાલા, બગસરા, જુનાગઢ, અમરેલી, જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કાટકોલા, જામનગર વગેરે ગામના ભાવીકોની હાજરીમાં તાલોદઘાટન વિધિનો લાભ લૈલારાની સ્લોન વારીઆ અને જીવદયા કળશનો લાભ રેખાબેન સુરેશભાઇ કોટડીયા અને કૌશીકભાઇ વિરાણી તેમજ શૈયાદાનન ભાવીકોએ અને ચતારી મંગલનો જીવણલાલ વીરચંદ મહેતાએ લીધેલ.

પાટીદાર પુત્રી રત્ના પૂ. અમૃતબાઇ મ.સ. પ્રવેશદ્વાર અને જય જિનેન્દ્ર તકતીનો લાભ ઇન્દુભાઇ બદાણીએ લીધેલ. સુત્ર સંચાલન વિનુભાઇ કામાણીએ કરેલ. સાધર્મીભકિત સરોજબેન અશ્વીનભાઇ પંચમીયા પરીવાર તરફથી રાખેલ.

(3:52 pm IST)