Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સત્યમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેહદાન અંગે માહિતી : સંકલ્પપત્રો ભરાયા : સમૂહલગ્નમાં સિલીંગ ફેન અર્પણ

રાજકોટ : અત્રેની અગ્રણીય લોક સેવા કાર્ય કરતી સંસ્થા સત્યમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જાહેરમાં અંગદાનનો કાર્યક્રમ વસંત પંચમીના યોજાયેલ હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડો.હિતા મહેતા (મો.૯૮૯૮૩ ૪૫૬૩૯) અને ડો. સંદિપ ગાંધી (મો.૯૮૨૫૦ ૭૮૩૯૯)ના કોર્પોરેશનના સહયોગથી તેમજ સત્યમ ફાઉન્ડેશન તરફથી જનજાગૃતિ દેહ અંગે વિસ્તૃતથી સત્યમ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી રાહુલ કિશોરભાઈ મે તરફથી આપવામાં આવેલી હતી અને આ અંગે જણાવેલ કે એક પરીજનનો દેહ નવ વ્યકિતમાં ઉજાગર થાય છે. આપણા પરીજનનો દેહ અનેકમાં તેના અવયવમાં હંમેશને માટે જીવે છે. આ રીતને રસપ્રદ માહિતી પૂરી પાડેલ. પ્રસંગને અનુરૂપ સંસ્થા તરફથી સમૂહલગ્નમાં સીલીંગ ફેનનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દેહદાન અંગે સતાયુ હોસ્પિટલ (અમદાવાદ)એ સંકલ્પપત્ર ભરાયેલા હતા. સંસ્થાના ચેરમેન શ્રી રાહુલભાઈ કે. મેનું ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી દિપકભાઈ સવાલાલ કોઠારી તરફથી શિલ્ડ અર્પણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોર્થસ ત્રિવેદી, મયુર પટેલ, નિખિલ કડવાનર, સાગર છડવાતર, મંત્રી દિપક નરસિંહભાઈ તેમજ સ્વમંત્રી રસીકભાઈ કડવાનર ખજાનચી વિનયભાઈ બાબુભાઈ મે વિ.એ જહેમત ઉઠાવી હતી.

(3:51 pm IST)