Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રાજકોટના પાંચ વીજ સબ-ડીવીઝનમાં વીજ દરોડા

પ૦ ટીમો પોલીસ સાથે ત્રાટકી : રેસીડન્સ -કોમર્શીયલ કનેકશનોમાં ધોંસ

રાજકોટ, તા. ૧૧ : આજ સવારથી રાજકોટના પાંચ વીજ સબ-ડીવીઝનમાં દરોડોનો દોર શરૂ કરાયો છે, વડી કચેરીની સુચના બાદ એકઝી-ઇજનેરશ્રી પાલાએ ઓપેરશન હાથ ધરી કુલ ૯ જેટલા ફીડરના ૧ હજારથી વધુ કનેકશનો ચેક કરવા ધોંસ શરૂ કરી છે, રેસીડન્સ અને કોમર્શીયલ બંને કનેકશનો ચેક કરવા પ૦ ટીમો પોલીસ, એકલ આર્મીમેન વીડીયોગ્રાફરોની ટીમો સાથે ત્રાટકી છે.

રાજકોટના આજી-૧, આજી-ર, પ્રહલાદ પ્લોટ, કોઠારીયા અને પ૦ ફૂટ રોડ પરના કુલ ૯ ફીડરના કનેકશનોને ટાર્ગેટ બનાવાયાનું સાધનોએ ઉમેર્યુ હતું.

(3:49 pm IST)