Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની પીઠ થાબડતા મુખ્યમંત્રી રૂપાણી

રાજકોટ : એકી સાથે ૧૪૦૦૦ લાભાર્થીઓને રાજ્ય સરકારની તબીબી સહાયનાં આયુષ્યમાન - અમૃતમ કાર્ડના વિતરણના મેગા કેમ્પનું સુવ્યવસ્થિત રીતે કોઇપણ જાતની અંધાધૂંધી વગર સફળ આયોજન કરવા બદલ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની પીઠ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ થાબડી હતી અને મંચ ઉપરથી પ્રાસાંગિક વકતવ્ય દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇએ જયમીન ઠાકરના આ આયોજનનો ઉલ્લેખ કરી તેમના આ કાર્યને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કેમ્પ દરમિયાન મુખ્યમંત્રીએ લાભાર્થીઓને મળીને તેઓના સૂચનો પણ જાણ્યા હતા. તસ્વીરમાં જયમીન ઠાકર મુખ્યમંત્રીશ્રી રૂપાણી તથા અંજલીબેન રૂપાણી તેમજ મેયર બીનાબેન આચાર્ય સાથે દર્શાય છે.

(3:44 pm IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ૮.૩૦ સુધીમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો :૨૦૧૯ ના વર્ષના વરસાદની અભૂતપૂર્વ રમઝટ સાથે શરૂઆત. :છેલ્લા ૧૦ વર્ષમાં બેંગ્લોરમાં પડેલો આ સૌથી ભારે વરસાદ છે. access_time 10:58 pm IST

  • અમદાવાદ મેટ્રો ટ્રેન ચાલુ થાય તે પહેલાં જ મેટ્રો ટ્રેનના સામાનની ચોરી: મેનેજરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ access_time 9:30 pm IST