Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રાજકોટ ઉપલેટા, ઉગામેડી વીછિયામાં શેરી રમતોના આયોજન

ઉમરાળા, ધોળા, સુપેડી, મોટી વાવડી, સામખિયાળીમાં ૨૦૦૦ બાળકો રમ્યા

રાજકોટ તા.૧૧: ૪G યુગમાં વિદ્યાર્થીઓ મેદાનની રમતોથી દુર થઇ ગયેલ છે. આ રમતો બીલકુલ રમાતી જ નથી અત્યારે માત્ર મોબાઇલની રમતો રમાય છે. પાંચ વર્ષના બાળકો મોબાઇલમાંથી ઉંચા નથી આવતા તેના વાલીઓ મોબાઇલ આપી બાળકોના શાંત કરી પોતે નિરાતે પોતાનું રોજીંદુ કામ કરે છે આમ જોઇએ તો બાળકોને મોબાઇલની ટેવ વાલીઓ પાડે છે.

અગાઉના જમાનામાં બાળકો કોઇપણ જાતના સાધનો વિના શેરીમાં વિવિધ રમતો સંપીને રમતા આવી શેરીઓની રમતથી બાળકોમાં સંઘભાવનાનો વધારો થતો અને બાળકો ખડતલ બનતા નાનપણથી જ હાર જીત પચાવતા શીખતા અને આવી બધી રમતોથી એકાગ્રતામાં વધારો થતો અને એકબીજા સારા મિત્રો બનતા. આત્મબળમાં વધારો થાય છે. મોબાઇલની લપમાંથી છુટકારો થાય છે.

આ યુગમાં વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ ક્રિકેટ રમવાનું ગજબનો શોખ હોય છે તેથી બીજી શેરી રમતો અથવા તો મેદાનની રમતો ખુબ જ ઓછી રમાય છે. આવી ભુલાતી જતી બીન ખર્ચાળ શેરી રમતોને લોકભાગ્ય બનાવવા માટે આ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતો બાળકો જ રમશે, બાળકોએ ભગવાનનું રૂપ છે. આ બાળ ભગવાનને રીજવવા માટે અમો કાલાવાલા કરવાના છીએ.

નીચે મુજબની રમતો રમાડવામાં આવશે.૧. લંગડી, ખો-ઓ, નાગલ, દોરડાકુદ, આંધડો પાટો, છુટ દડો, લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, રેલ ગાડી, દોરડા ખેંચ, ધમાલીયો ધોકો, બેક રેસ કમાન્ડો બ્રીજ, ઘોડો-ઘોડો વગેરે

તારીખઃ૧૨-૨-૨૦૧૯ મંગળવાર સ્થળઃ લાલાવદર પ્રા.શાળા, ફુલઝર સીમ પ્રા.શાળા, તા.વિંછીયા, જી.રાજકોટ તથા તા.૧૩-૨-૨૦૧૯ બુધવાર સ્થળઃ ર.વિ.ગો. વિદ્યાલય-ઉગામેડી અને સરદાર પટેલ વિદ્યાલય - ઉગામેડી.જી.બોટાદ તથા તા.૧પ-૨-૨૦૧૯ શુક્રવાર સ્થળઃ ડુમીયાણી પ્રા.શાળા, મધર સ્પ્રાઇડ સ્કુલ - ઉપલેટા. તા. ૧૬-૨-૨૦૧૯ શનિવાર સ્થળઃ સાંદિપની સ્કુલ, મવડી ચોકડી, રાજકોટ. તા.૧૭-૨-૨૦૧૯ રવિવાર સ્થળઃ ગોકુલધામ શેરી નં.૪, કૃષ્ણનગર મેઇન રોડ, એચ.જે. દોશી હોસ્પિટલની બાજુમાં રાજકોટ ખાતે રમાયો વધારે વિગતો માટે વી.ડી.બાલ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

ગુજરાતમાં શેરી રમતો ફરીથી રમાતી થાય તેવા પ્રચંડ પ્રયત્નોના ભાગરૂપે વિવિધ સ્થળો પર શેરી રમતો નવરંગ કલબ રમાડે છે.

તા. ૬-ર-ર૦૧૯ ના રોજ ઉમરાળા તાલુકો, જી. ભાવનગરના ધોળા જંકશન પ્રા. શાળા, ઉમરાળા પ્રા. શાળા અને હાઇસ્કુલના કુલ ૮૦૦ બાળકોને શેરી રમતો સત્ય પ્રેમ કરૂણા ગ્રુપ-ઉમરાળાના સહયોગથી રમાડી અને આ ગ્રુપ તરફથી બધા જ બાળકોને દેશી ટમેટાનો નાસ્તો આપવામાં આવેલ. આ રમતમાં ઇલ્યાશભાઇ કુરેશી અને તેની ટીમે શેરી રમતોની સમગ્ર વ્યવસ્થા સંભાળી.

તા. ૭-ર-ર૦૧૯ સુપેડી કન્યા-કુમાર પ્રા. શાળા અને મોટી વાવડી પ્રા. શાળાના કુલ ૭૦૦ બાળકોને શેરી રમતો રમાડી આ રમતમાં સુપેડી પ્રા. શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઇ ડઢાણીયાએ અને તેની ટીમે તથા શ્રી સરજુભાઇ હાંસલીયા -ધોરાજીએ અને મોટી વાવડી પ્રા. શાળાના આચાર્ય શ્રી નિર્મળસિંહ વાળા અને તેના શિક્ષકોએ બાળકોને શેરી રમતો રમાડવામાં સહયોગ આપેલ.

તા. ૧૦-ર-ર૦૧૯ રવિવાર કચ્છના પ્રવેશ દ્વાર એવા સામખીયાળી ગામે કાંઠા ચોવીસી આહીર સમાજ, તા. ભચાઉના સહયોગથી આહીર વાસ સામખીયાળી ખાતે શેરી રમતોનું આયોજન કરેલ જેમાં ૪પ૦ બાળકોએ વિવિધ શેરી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ રમતમાં ગામના સરપંચ શ્રી  અમરાભાઇ બાળા, શ્રી કાનજીભાઇ બાળા, શ્રી મુરજીભાઇ બાળા, શિક્ષક શ્રી ગુપ્તા અને સામખીયાળી ગામના આહીર યુવાનોએ બાળકોને શેરી રમતો રમાડવામાં માટે ખુબ સહકાર આપેલ. બાળકોને ભરપુર નાસ્તો (ગાજર, ટમેટા અને કાકડી) શ્રી મુરજીભાઇ  ડાયાભાઇ બાળા અને શ્રી કાનાભાઇ લાખાભાઇ બાળા દ્વારા આપવામાં આવેલ. સામખીયાળીના યુવાનોએ એવી જાહેરાત કરી કે દર મહિને આ શેરી રમતો રમાડી અમે આ રમતોને જીવંત રાખવા માટે પુરતા પ્રયત્નો કરશું.

સૌરાષ્ટ્રમાં આ રમતોને જીવંત કરવાના અમારા પ્રયત્નોમાં જે સંસ્થા સહયોગ આપવા ઇચ્છતી હોય તેઓએ સંપર્ક કરી બાળકોને રમતા કરવાના યજ્ઞમાં સહભાગી થવા જણાવાયું છે. વધારે વિગતો માટે વી. ડી. બાલા મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે. (૨૩.૧પ)

 

(3:44 pm IST)