Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

હાશ... આ સપ્તાહમાં ઠંડીમાં રાહત મળશે

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ : કાલે મહત્તમ તાપમાન ૩૨થી ૩૩ ડિગ્રીએ પહોંચી જશે : પવનની ગતિ કયારેક વધી જાય : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પશ્ચિમ એમ.પી. બોર્ડરને લાગુ ગુજરાત બોર્ડરમાં એકાદ દિ' છાટાછૂટીની શકયતા

રાજકોટ, તા. ૧૧ : છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રવાસીઓ અસહ્ય ઠંડીથી ત્રસ્ત છે ત્યારે આ સપ્તાહમાં ઠંડીમાં રાહત મળશે. આવતીકાલે મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પશ્ચિમ એમ.પી. બોર્ડરને લાગુ ગુજરાત બોર્ડરમાં છાંટાછૂટી એક દિવસ આંશિક સંભાવના છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ઠંડીનો વધુ એક સારો રાઉન્ડ આવી ગયો. ગત આગાહીમાં જણાવેલ કે, ૧૧મીએ તાપમાન નોર્મલ પહોંચી જશે તેમ જણાવેલ, પણ આજે રાજકોટ અને અમદાવાદમાં ૧૧.૫ લઘુતમ તાપમાન હતું. જે ૨ થી ૩ ડિગ્રી નીચુ ગણાય. મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સુધી ઘટી ગયેલ. જે ગઈકાલે રાજકોટમાં ૨૮.૩ ડિગ્રી હતું. આજે નોર્મલ તાપમાન ૩૦ ડિગ્રી આસપાસ પહોંચી જશે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૨૬.૯ ડિગ્રી હતું તે પણ નોર્મલ નજીક આવી જશે.

અશોકભાઈ તા.૧૨ થી ૧૭ ફેબ્રુઆરીની આગાહી કરતાં જણાવે છે કે તા.૧૨ના ન્યુનતમ તાપમાન નોર્મલ, મહત્તમ તાપમાન નોર્મલથી ૨ થી ૩ ડિગ્રી એટલે કે ૩૨ થી ૩૩ ડિગ્રી સુધી પહોંચી જશે. તા.૧૩ના મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. તા.૧૪-૧૫-૧૬ના તાપમાન નોર્મલ અથવા નોર્મલથી એકાદ ડિગ્રી નીચુ રહેશે. ૧૭મીએ પણ તાપમાન નોર્મલ નજીક રહેશે. જયારે ન્યુનતમ તાપમાન પણ નોર્મલ નજીક રહેશે.

તા.૧૩ થી ૧૫ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઈન્ડિયા અને યુ.પી., પશ્ચિમ એમ.પી. સુધી અસર કરશે. જેની અસરથી પશ્ચિમ એમ.પી.ના લાગુ ગુજરાત બોર્ડરમાં એકાદ દિવસ ૫૦% છાટાછૂટીની શકયતા છે. ૧૪મી સુધી પવન ફર્યા રહેશે. કયારેક પવનની ગતિ એકાએક વધી જશે. તા.૧૪થી ૧૬ પવનની માત્રા ઓછી રહેશે.(૩૭.૧૬)

(3:42 pm IST)
  • કચ્છ :ગાંધીધામ માં આરોપી પકડવા ગયેલ પોલિસ અને ગુનેગાર વચ્ચે ઘર્ષણ :ગાંધીધામ ના શાંતીધામ વિસ્તારમાં લૂંટના આરોપીની બાતમીએ પોલિસ તપાસ માટે ગઈ હતી :આરોપી અને તેના મળતીયાએ પ્રતિકાર કરતા પોલિસની જવાબી કાર્યવાહી :પૂર્વ કચ્છ LCB અને SOG એ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ :2 શખ્સો ને પોલીસે દબોચ્યાં :વધુ કાર્યવાહી ચાલુ access_time 11:00 pm IST

  • વિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST