Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

દારૂના ગુનામાં આઠ માસથી વોન્ટેડ અજય પકડાયો

રાજકોટ તા.૧૧: યુનિવર્સિટી પાસે મુંજકા ગામ ટીટોડીયા પરાપુલ પાસેથી દારૂના ગુનામાં આઠ માસથી વોન્ટેડ વિપ્ર શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો છે.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. બી. બી. ગોયલ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી. ડોડીયા, હેડ કોન્સ. હરેશભાઇ, રાજેશભાઇ, અમીનભાઇ, ધમેન્દ્રસિંહ તથા રવિરાજસિંહ અને ધર્મેરાજસિંહ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે રવિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે મુંજકા ગામ ટીટોડીયા કવાર્ટર પાસે પુલ પાસેથી અજય ભરતભાઇ વચ્છરાજાની (ઉ.વ.૩૪) (રહે. ટીટોડીયા કવાર્ટર બ્લોક નં. એલ-૫૮)ને પકડી લીધો હતો. અજય દારૂના ગુન્હામાં છેલ્લા આઠ માસથી ફરાર હતો.

(3:40 pm IST)