Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

'હમારી માંગ પૂરી કરો' : રાજકોટના વકીલો દ્વારા કોર્ટ પાસે સુત્રોચ્ચાર : રેલી કાઢી કલેકટરને આવેદન અપાયું

પેન્શન, જીવન વિમો, ફ્રી મેડીકલ સારવાર સહિતની વિવિધ માંગણીઓ પૂરી કરવા વકીલોની માંગણી : મોટી સંખ્યામાં વકીલો જોડાયા : બાર એસો.ના પ્રમુખ બાકુલભાઇ રાજાણી, દિલીપભાઇ પટેલની આગેવાનીમાં રેલીમાં જોડાયા

રાજકોટ, તા. ૧૧ : કેન્દ્ર સરકાર સમક્ષ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા વકીલોના હિત સંદર્ભે મૂકાયેલ વિવિધ માંગણીઓના સમર્થનમાં આજે સીવિલ કોર્ટ બિલ્ડીંગ પાસે સુત્રોચ્ચાર કરીને રેલી કાઢીને કલેકટર કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવેલ હતું.

કેન્દ્ર સરકાર સમક્ષ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાની મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે. તેમાં દેશના તમામ વકીલો માટે ન્યાયાલય પરિસરમાં અથવા નજીકમાં વકીલ મિત્રો માટે વકીલ ભવન હોય, પુસ્તકાલય, લાયબેરી, શૌચાલય વગેરેની વ્યવસ્થા મફત ઇન્ટરનેટની વ્યવસ્થા ,અસીલો માટે પૂરતી બેઠક વ્યવસ્થા, સસ્તા દરની ખાવા પીવાની કેન્ટીનની માંગણી કરેલ છે તેમજ નવા જરૂરીયાતમંદ વકીલોને માસિક રૂ. ૧૦,૦૦૦/ (પાંચ વર્ષ સુધી) આપવાની માંગણી કરેલ છે.

દેશના તમામ વકીલો તેમજ તેમના પરિવાર માટે જીવન વિમો, અકસ્માત મૃત્યુ સમયે ઓછામાં ઓછું રૂ. પચાસ લાખ સુધીનું વળતર, વકીલો તેમજ તેમના પરિવાર માટે કોઇપણ બિમારીમાં સારી મફત સારવારની વ્યવસ્થા અને બધા જ અક્ષમ તેમજ વૃદ્ધ વકીલો માટે પેન્શન તથા પારિવારીક પેન્શનની વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

લોક અદાલતોનું કાર્ય વકીલોના કાર્યક્ષેત્રમાં હોય ન્યાયાલયના અધિકારીઓ તેમજ વ્યાયાધીશોને આ કાર્યોથી દૂર રાખવામાં આવે તેમજ દરેક જરૂરીયાતમંદ વકીલોના રહેઠાણના ઘરના બાંધકામ માટે યોગ્ય દરે જમીનની વ્યવસ્થા કરવામાં આવે અને દરેક ટ્રિબ્યુનલ, કમિશન વગેરેમાં વકીલોની નિયુકત થાય (કાર્ટના નીવૃત કર્મચારીઓ તેમજ નીવૃત ન્યાયાધીશોની નહીં)

ઉપરોકત માંગણીઓ પરિપૂર્ણ કરવા સંદર્ભે કેન્દ્ર સરકાર વકીલોના કલ્યાણ માટે વાર્ષિક બજેટમાં દર વર્ષે રૂ. પચાસ હજાર રોકડની વ્યવસ્થા માટે પસ્તાવ પસાર કરવામાં આવે જેથી ઉપરની તમામ માંગણીઓ પૂર્ણ થઇ શકે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા વકીલોના કલ્યાણ માટે ઉપર મુજબની જે માંગણીઓ કરેલ છે જને રાજકોટ બાર એસોસીએશને ટેકો જાહેર કરી આજે સિવિલ કોર્ટ બિલ્ડીંગ કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી કલેકટર કચેરીએ ખાતે જઇને આવેદનપત્ર પાઠવેલ હતું.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેરમેન શ્રી મનનકુમાર મિશ્રા દ્વારા તા. રર/૧/ર૦૧૯ના રોજ પત્ર લખેલ જે સંદર્ભે તા. ર/ર/ર૦૧૯ના રોજ રાજયની તમામ બાર કાઉન્સીલના સભ્યો, હાઇકોર્ટ બાર એસોશીએશનના સભ્યો દિલ્હી બાર એશોસીએશની કોર્ટ ઓડીનેશન કમીટીના સભ્યોની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ઓડીટોરીયમ, ન્યુ દિલ્હી ખાતે સંયુકત મીટીંગ યોજાયેલ હતી જેમાં ધારાશાસ્ત્રીઓના અને પક્ષકારોના કલ્યાણકારી પગલા ભરવા માટે ચર્ચા/માંગણી કરવામાં આવેલ તે તમામ માંગણીઓને રાજકોટ બાર એશોસીએશનની યોજાયેલ કારોબારી કમીટીની મીટીંગમાં સર્વ સંમતિથી સમર્થન આપીએ છીએ અને તમામ માંગણીઓનો ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારોના હીતને ધ્યાનમાં લઇ તાત્કાલીક ધોરણે સ્વીકાર કરવામાં આવે તેવી કલેકટરશ્રીને આવેદન પાઠવી માંગણી કરેલ છે.

આ ઠરાવને રાજકોટ બાર એસોશીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાંતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાએ સમર્થન આપેલ છે. ઉપરોકત કમીટી મેમ્બર ઉપરાંત બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, હિતેષભાઇ દવે, પિયુષભાઇ શાહ, નલીન આહયા, સી.એચ પટેલ, નૈમિષ પટેલ, મુકેશ ત્રાંબડીયા, જયેશ બોઘરા, જયુભા રાણા, કુનાલ દવે, પ્રફુલ ચંદારાણા, નિતેષ કથીરીયા, જયસુખ બારોટ, મિતાબેન કોડીયા, સોનલબેન ભીમાણી, તુષારભાઇ, હેમાંગ જાની, યોગેશ ઉદાણી, ધીમંત જોષી, રાજકુમાર હેરમા વિગેરે રેલી-આવેદનના કાર્યક્રમમાં જોડાયા હતાં. (૮.૧૬)

(3:40 pm IST)