Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પાઠક વિદ્યામંદીર દ્વારા સ્પોર્ટ ડે

રાજકોટ : શ્રીમતી એસ.કે. પાઠક વિદ્યામંદીરમાં ખેલદીલીની ભાવના ઉજાગર કરતો વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યો.જેમાં જીલ્લા  શિક્ષણાધીકારી ઉપાધ્યાયે ફુગ્ગાઓને આકાશમાં છોડી કાર્યક્રમ નો  શુભારંભ કર્યો, તેમણે દરેક રમતમાં તેમણે  પહેલા ખેલદીલીથી  ભાગ લેવા જણાવ્યું હતું. આ તકે સોૈરાષ્ટ્ર  યુનિવર્સિટીના  સિંડીકેટ મેમ્બર ભરતભાઇ રામાનુજ તથા શાળાના  ટ્રસ્ટી અતુલભાઇ બલદેવ  ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રજ્વલિત કરી બધા ખેલાડીઓને રમતમા ખેલદીલી પૂર્વક  જોડાવા પ્રતિજ્ઞાબદ્ધ કર્યા હતા.

શાળામાં વિદ્યાર્થીઓ  દોડ, લીંબુચમચી, વિઘ્નદોડ, પોટેટો રેસ, કોથળા દોડ, ગો ટુ સ્કુલ, રીલે રેસ, વજનવહન દોડ, કિંગ ઓફ  સર્કલ, મટકીફોડ, જેવી અલગ અલગ રમતોમાં ભાગ લઇ વિજેતા થયા. આ  તકે વાલીગણ  વિશેષ ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્ય કલ્પનાબેન જોષીએ જહેમત લઇ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો. શાળાના પી.ટી. ટીચર પરમાર તેજલબેન કે જેઓ જુડો  નેશનલ પ્લેયર છે તેની કારકીર્દીને બિરદાવી હતી.

(3:38 pm IST)