Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મુંબઇની કંપની અને તેના ડાયરેકટરો સામે ૩૧.૯૪ લાખના ચેક રિટર્નની ફરીયાદ

આરોપીઓને રાજકોટ કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા ૧૧ :  રાજકોટમાં રહેતા અને વર્ટેક્ષ એન્જિ.મેક પ્રા.લી. ના નામથી કંપની ધરાવી કામ કરતા ડાયરેકટર જીતેશ ચીમનલાલ બેરાએ મુંબઇ સ્થિત પેરેમાઉન્ટ કેસ્ટર્સ એન્ડ ઇકવીપમેન્ટસ પ્રા.લી. કંપની તથા તેના ડાયરેકટર સલીમ ઇબ્રાહીમ શેખ તથા સાગીર ઇબ્રાહીમ શેખ ઠે. ૩૦, સહયોગ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ, મીરા ભાયંદર રોડ, મીરા રોડ, ઇસ્ટ મુંબઇના સામે રૂા ૩૧.૯૪,૮૩૨/- ના  ચેક  ડિસઓનર  સબબ રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી કંપની ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ તથા નોન એલોય કાસ્ટીંગ બનાવવા તથા વહેચવાનો ધંધો કરે છે, અને જે તે કંપનીના ઓથોરાઇઝડ સીગ્નેચરી દરજ્જે જીતેશભાઇ બેરાએ રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

તહોમતદારોએ  ફરીયાદી  પાસેથી તેની કંપનીના નામનું ખાતું પડાવી સને ૨૦૧૫ થી  ઉધાર માલ ખરીદેલ છે, તે  ઉધાર માલની ખરીદી ઓગસ્ટ ૨૦૧૭  સુધી  કરેલ છે, જે  ખરીદી  અનુસંધાને  ફરીયાદી કંપનીના રૂા ૩૨,૮૦,૦૩૦/-બાકી લેણા નીકળે છે, તે લેણું ફરીયાદીનું કબુલ રાખી, તહોમતદારે  સીટી યુનીયન બેંક લિ., મીરા રોડ, મુંબઇ શાખાના કુલ  રૂા ૩૧,૯૪,૮૩૨/- ના ચેક ફરીયાદીની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ.

સદરહુ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં  રજુ રાખતા ત્રણેય ચેક '' પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર'' ના  શેરા  સાથે પરત આવેલ. જેથી ફરીયાદીએ  તહોમતદારોને  એડવોકેટ મારફત નોટીશ પાઠવી,  ડિસઓનર થયેલ ચેકની રકમ ડિમાન્ડ કરેલ, જે તે નોટીશ તહોમતદારને  યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં  નોટીશ પીરીયડમાં કે આજ દિવસ સુધી  ચુકવવા  દરકાર નહીં કરતાં રાજકોટ કોર્ટમાં  ઉપર્યુકત ઉલ્લેખેલ કંપની તથા તેના ડાયરેકટર્સ સામે  ને.ઇ. એકટની કલમ ૧૩૮ અન્વય ે ૨ વર્ષ સુધીની  સજા પાત્ર ગુના સબબ  ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ફરીયાદની વિગતો તથા દસ્તાવેજો ધ્યાને લઇ કોર્ટે ઉપર્યુકત કંપની તથા તેના ડાયરેકટર્સ સામ ેકોર્ટમાં હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરેલ છે.

આ કામમા ં ફરીયાદી વર્ટેક્ષ એન્જિ. મેક પ્રા.લી. કંપની વતી વિકાસ કે. શેઠ , અલ્પા શેઠ, તથા વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે. (૩.૧૫)

(3:27 pm IST)