Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

શિક્ષણ સમીતી દ્વારા બાળ રમતોત્સવનો પ્રારંભઃ ૧પ૦૦ છાત્રો ઉત્સાહભેર જોડાયા

રાજકોટ તા. ૧૧ : નગર પ્રા.શિક્ષણ સમિતિ દ્વારા શાળાકક્ષાએ વિવિધ રમતોત્સવની સ્પર્ધા યોજીને તાલુકા લેવલે પ્રથમ ત્રણ વિજેતાની  સ્પર્ધા યોજી આજે આવા ઝોન કક્ષાના વિજેતા બાળકો માટે ખોખો-કબડ્ડી-વિવિધ મીટરની દોડ, લીંબુ ચમચી જેવી વિવિધ ઇવેન્ટ યોજાય હતી જેમાં કુલ ૧પ૦૦ થી વધુ વિજેતા છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાજકોટ શહેરમાં આજે ત્રણ ઝોન વેસ્ટ-ઇસ્ટ ત્થા સેન્ટ્રલમાંં સવારથીજ આ સ્પોર્ટસ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં વિજેતા થનાર રાજકોટ શહેર કક્ષાના રમોતત્સવમાં ભાવ લેશે વિજેતાઓને રોકડ પુરસ્કાર મોમેન્ટો શિલ્ડ શિક્ષણ સમિતી દ્વારા અપાશે.

સમગ્ર આયોજન ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વાઇસચેરમેન ભારતીબેન રાવલ તથા શિક્ષણ સમિતિના તમામ સદસ્યોશ્રીના માર્ગદર્શન તળે આયોજન થયેલ છે રમોત્સવ ઇન્ચાર્જ પ્રકાશ મંઢ ત્થા યુ.આર.સી. ત્રણેય ઝોનના શૈલેષ ભટ્ટ, દિપક સાગઠીયા, ચેતન ગોહેલ આયોજન સંભાળી રહ્યા છ.ે

આજે ખોખો, કબડ્ડી, દોડ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોની સ્પર્ધા યોજાય હતી. (૬.૨૫)

(3:25 pm IST)
  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • મહુવા સરાજાહેર લૂંટની ઘટના, કુબેરબાગ વિસ્તારમાં બનાવ, અંદાજે ૫.૫૦ લાખની લૂંટ, મહુવા શહેરભરમાં નાકાબંધી access_time 11:58 pm IST