Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

બજેટથી રાજકોટ સ્માર્ટ સીટી તરફ આગેકુચ કરશે

બજેટને આવકારતા વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર નીતીનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ અઘેરા, વિજયાબેન વાછાણી, જાગૃતીબેન ઘાડીયા

રાજકોટઃ વર્ષ ર૦૧૯-ર૦ના બજેટમાં શહેરની સ્માર્ટ સીટી તરફની કુચમાં શહેરના છેવાડાના વિસ્તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે. સાથોસાથ આ વિસ્તારોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણી સહીતની મુળભુત સુવિધાઓનું માળખું પણ વધુ મજબુત બને તે બાબતે પુરતુ લક્ષ આપવામાં આવ્યું છે. લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની સંકલ્પબધ્ધતા વ્યકત કરી છે.રાજકોટ મહાનગર પાલીકાની આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં રૂ. ર૧ર૬.૧૦ કરોડનું બજેટ મંજુર કરેલ છે. વધુમાં નવા કરબોજનો પ્રસ્તાવ સ્ટેન્ડીંગ કમીટીએ લોકહિતમાં નામંજુર કરેલ છે.ફરીને આવુ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ વોર્ડ નં. ૮ ના કોર્પોરેટરશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ અઘેરા, વિજયાબેન વાછાણી, જાગૃતીબેન ઘાડીયાએ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ તેમજ સ્ટેન્ડીંગ કમીટીના તમામ સભ્યોને અભિનંદન સાથે આભાર માને છે.

(3:23 pm IST)