Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પડધરીના નાનાવડાની સીમમાં રાજકોટના નામીચા બુટલેગરના મકાનમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો

રાજકોટના લાલસીંગ જાદવની ધરપકડઃ ધમો વ્યાસ અને હર્ષદ મહાજનની શોધખોળઃ રૂરલ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

રાજકોટ, તા., ૧૧: પડધરીના નાનાવડા ગામની સીમમાં રાજકોટના નામીચા બુટલેગરના મકાનમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂ. દોઢ લાખના દારૂનાજથ્થા સાથે રાજકોટના એક શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના નાનાવડા ગામની સીમ નદીના સામા કાંઠે આવેલ મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી  મળતા રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા પીએસઆઇ આર.એ.જાડેજાની ટીમે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની પ૦૪ બોટલ કિંમત ૧.પ૧ લાખના જથ્થા સાથે લાલસીંગ ઉમેદસીંગ જાદવ (રહે. લક્ષ્મીનગર, શેરી નં. ર, રાજકોટ)ને ઝડપી લીધો હતો.

આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર ધમો વ્યાસ તથા હર્ષદ ઉર્ફે મહાજન  માણેકલાલ માંડલીયાએ રાજકોટનો હોવાનું અને ઉકત મકાનમાં આ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાનું ખુલતા આ બંન્નેે સામે તથા તપાસમાં ખુલે તે અન્યો શખ્સો સામે પડધરી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.(૪.૩)

(11:40 am IST)