Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

પુરાતત્વ ક્ષેત્રે પી. પી. પંડ્યાનું યોગદાન લઘુલેખમાં સમાવી શકાય નહિં: તેઓ પુરાતત્વવિદ્દ ઉપરાંત સમાજસેવી, પ્રખર રાષ્ટ્રપ્રેમી ગાંધીવાદી હતા

પી.પી.પંડ્યાએ પ્રાગઐતિહાસિક, આદ્યઐતિહાસિક અને ઐતિહાસિક સમયની સંસ્કૃતિઓ શોધી હતી અભ્યાસ છોડી ગાંધીજી પ્રેરિત અહિંસક વ્યાયામ મંડળ મલાડ ખાતે શ્રીનાથજી પાસે જોડાયા સેવાકાર્ય સંદર્ભે વિરમગામ ખાતે શ્રીસંતબાલજી સાથે જોડાયેલ વિદેશી સંશોધકોના મતે સૌરાષ્ટ્રમાં પ્રાચીન સંસ્કૃતિ નથી પણ અનેક સંશોધનો દ્વારા તેને ખોટો ઠેરવ્યો

આઝાદી પહેલા કોટડાસાંગાણી (જી.રાજકોટ) એક મહત્વનું સ્ટેટ હતુ. આ સ્ટેટના અગ્રણી નાગરીક જીવનરામ પંડયા હતા. તેમના પુત્ર પ્રમેશંકરને ( તેઓએ એ સમયે એમ.એસ.યુનિવર્સિટી, વડોદરામાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલ હતો) રાજયની જમીનમાપણીનુ જટિલ કામ સોપવામાં આવેલ. આ કામમાં ચોક્કસાઇ જરૂરી, કામ જીણવટથી તપાસી રેકર્ડ પર રાખવાનું હતુ. તેમા બેદરકારીના ચાલે, આ ખંત અને ચોક્કસાઇનો વારસો તેમના પુત્રને મળવાનો હતો. તેમને બે પુત્રો એક પુરુષોત્ત્।મ બીજા વિષ્ણુપ્રસાદ ઉપરાંત દિકરીઓ. પુરુષોતમભાઇનો જન્મ ૮ નવેમ્બર ૧૯ર૦ના રોજ થયો ધનતેરસના ઉત્ત્।મ દિવસ. તેમને પિતોનો સ્વભાવ વારસામાં મળ્યો.... બનાવની તહ સુધી જવુ અને નાનામાં નાની બાબતોનો સંપૂર્ણ અને દરેક પાસાને ધ્યાનમાં લઇ અભ્યાસ કરવો જે તેમને એક સફળ પુરાતત્વવિદ બનવા સુધી દોરી ગયો પરંતુ પુરાતત્વવિદ બન્યા પહેલાના તેમના જીવનની નોંધ લેવી પણ જરૂરી છે, પુરાતત્વવિદ પુરાતત્વવિદ ના નારામાં આ સમાજસેવી અને પ્રખર રાષ્ટ્રપ્રેમી ગાંધીવાદીનો અવાજ નજર અંદાજ કરી શકાય તેમ નથી.

પુરુષોત્ત્।મભાઇમાં લીડરશિપની ક્ષમતા બહુ પહેલાંથી હતી સને ૧૯૩૭-૩૮માં સ્કૂલના સ્કાઉટ ગ્રુપમાં તેઓ જોડાયા. તેમા લીડીરશિપ લઇ સિલ્વર સ્કાઉટીંગ મેડલ મેળવ્યું.૧૯૩૮-૩૯નું વર્ષ ગાંધી પ્રેરીત આઝાદીનું વર્ષ દેશમાં સામાજીક પરિવર્તન અને સત્યાગ્રહની હવા હતી. પુરુષોત્ત્।મભાઇનો સ્વભાવ ચેલેંજ સ્વિકારવાનો હતો. દેશને જરૂર છે. સમાજને જરૂર છે, પડતો મુકો અભ્યાસ. બી.એ.ના અભ્યાસને તિલાંજલી આપી પૂ. ગાંધીજી પ્રેરિત મુંબઇ-મલાડના સંત, સામાજીક કાર્યકર શ્રી નાથજીના આશ્રમમાં જોડાયા તે સમયના દુઃખ, મનોમંથન, વેદના તેમની ડાયરીના પાનાઓ પર તા. ર૧-૫-૧૯૪ર પર અંકિત થયેલા છે. આ જતો ખરો વારસો છે, આ સંવેદના તે સમયના રર વર્ષના યુવાનની છે.

મલાડ-મુંબઇનો આશ્રમ બંધ થયા બાદ કોટડા આવ્યા મનમાંપૂ. બાપુના વિચારોનું ભાથું હતુ. મિત્રોને મળી ઓગસ્ટની ક્રાંતિ માટે રાજકોટ ગયા, અહિંસક લડાઇમાં ગામડાના લોકો કઇ રીતે ફાળો આપી શકે તે અંગે લોકોને જાણકારી આપતા સાથે રાજકોટમાં વિવેકાનંદ હાઇસ્કુલ શ્રી રામકૃષ્ણ આશ્રમમાં શિક્ષક તરીકેની નોકરી સ્વકારી સાથે ગૃહપતિની જવાબદારી પણ. સેવાકાર્યના સંદર્ભે વિરમગામ, અમદાવાદ જવાનું થતુ બાદમાં વિરમગામમાં નિવાસ સમયે તેઓ શ્રી સંતબાલજી સાથે સેવા કાર્ય કરતા. સ્નાતકની પદવી મેળવ્યા બાદ અનુસ્નાતકની પદવી મેળવવા અમદાવાદની પ્રસિધ્ધ ભોળાભાઇ જેસીંગભાઇ ઇન્સ્ટીટયુટમાં જોડાયા. તેમનો વિષય હતો. ઙ્કભારતિય સંસ્કૃતિઙ્ખજયા પુરાતત્વવિદ થવા માટેની પૂર્વ ભૂમિકા તૈયાર થઇ ગઇ. ૧૯૪૭ થી ૧૯પ૦ અમદાવાદ નિવાસ કરી શીક્ષણ ક્ષેત્રે કાર્યરત રહ્યા.

પુરુષોત્ત્।મભાઇ પુરાતત્વ ક્ષેત્રે શ્રી પી.પી.પંડયા તરીકે જાણીતા બન્યા. તેમના આ કાર્યને જાણવા  મધ્યાહ્રને સૂર્યાસ્ત વાંચવુ જરૂરી છે. તેમની પુરાતત્વની યાત્રા ૧૯૫૦થી શરૂ થઇ. શ્રી પંડયાની નિમણુંક જામનગર મ્યુઝીયમના (લાખોટા) કયુરેટર તરીકે થઇ તથા કલાકૃતિ, શિલ્પો. તથા પ્રાચીન સ્થાપત્યના અંગોનો તેમણે અભ્યાસ કર્યો. વિશેષ અભ્યાસ માટે કેન્દ્ર સરકારના પુરાતત્વવિદ ડો. એમ.એન.દેશપાંડે સાથે સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોની મુલાકાતો લીધી જેથી પ્રાચીન મંદિરો, શિલ્પો અંગે મહત્વની જાણકારી હસ્તગત કરી. પ્રચીન ટીંબાઓના અભ્યાસ માટે સુપ્રસિધ્ધ પુરાતત્વવિદ ડો. સાંકળિયા અને ડો. બી.સુબ્બારાવ પસે સધન તાલીમ લીધી. પ્રાગઇતિહાસ અને આદ્યઇતિહાસના કાલક્રમ વિષેનુ જ્ઞાન મેળવ્યુ, પ્રાચીન ટિંબાનુ ઉત્ખનન, માહિતીનું અર્થધટનકાર્ય, પુરાવશેષોને કેમ જાળવવા તે જટીલ પ્રશ્નોનું નિરાકરણ જાતે કરતા થયા.

પંડયાસાહેબના પુરાતત્વ પરના લેખો અન્ય લેખો કે પુસ્તકોમાંથી ઉઠાતરી નથી.તેમના તમામ લેખો સંશોધન લેખો છે. જે નવીજ માહિતી આપતા હોય છે, તેમનો સ્વભાવ અન્યનો અભિપ્રાય જેમનો તેમ સ્વિકારી લવાનો નહોતો. સ્વાનુભાવ પર આધારરાખી કાર્ય કરવાની તેમની આદત હતી. અને તેથીજ વિદેશી પુરાતત્વવિદોનો સૌરાષ્ટ્ર માટે નો બંધિયાર પ્રદેશ હોવાનો અભિપ્રાય અમાન્ય કરી સંશોધનો શરૂ કર્યા. પ્રાગૈતિહાસિક પ્રસ્તર ઓજારો સોધી સિધ્ધ કર્યુ કે સૌરાષ્ટ્રમાં પ્રાગૈતિહાસિક માનવોનો વસવાટ હતો. તેમણે પ્રાચીન, મધ્યકાલીન અને લધુ હસ્તર યુગના ઓજારો સૌરાષ્ટ્રમાંથી શોધી તેનો કાલક્રમ પણ નક્કિ કરી આપ્યો.આ શોધોથી અન્ય પુરાતત્વવિદોને સંશોધન માટે નવી દિશા મળી.પંડયાસાહેબે લધુ પ્રસ્તરયુગના માનવી મધ્ય ભારત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વસતા તે સાબીત કરતી એક મહત્વની શોધ કરી.

પ્રગૈતિહાસિક માનવ અંગેની શોધ પણ હવે હરપ્પન સભ્યતાના સ્થળોની શોધનું કામ શરૂ કર્યુ. હરપ્પા અને અનુહરપ્પાકાલીન ૧૦૦ જેટલા ટીંબાઓની નોંધ કરી. તેમણે સૌરાષ્ટ્રની મોટી નદી ભાદર પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ.ભાદર નદીને કાંઠે હરપ્પીય ટિંબા તથા આદ્યઐતિહાસિક ૧૯ ટીંબાઓની યાદી તૈયાર કરી,રોજડી ખાતે ઉત્ખનન કરી મહત્વનું ૪પ૦૦ વર્ષ પ્રચીન હરપ્પન સમયનું નગર શોધ્યુ અન્ય જગ્યાએ સર્વેક્ષણ દરમ્યાન અનેક હરપ્પન, અનુહરપ્પીયટિંબાઓની નોંધ કરી. તેમની કાર્ય પધ્ધતિ પછીના ઉત્ખનન માટે માર્ગદર્શિકા બની ગઇ.

શ્રી પંડયાસાહેબે પ્રગૈતિહાસિક, આદ્યઐતિહાસિક પછી ઐતિહાસિક સમયના સ્મારકોની શોધ પણ કરી આ દરમ્યાન તેઓએ જુનાગઢ ઉપરકોટમાં તથા જામનગર જિલ્લાના બરડા ફુંગરમા આવેલ રાણપરની બૌધ્ધગુફાઓ શોધી કાઢી (ઇન્ડીયન આર્કયોલોજી ૧૯પપ-પ૬-એ રિવ્યુ) બાદમાં પરિણામ ખુબજ ઉત્ત્।ેજક આવ્યુ જયારે ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે અડાબીડ જંગલમાં આવેલ બૌધ્ધગુફાઓ શોધી.

શ્રી પંડયાસાહેબે ક્ષત્રય સમયના સંશોધન પછી તેમનુ ધ્યાન મૈતક અને અનુમૈતક સમયના સ્મારકોપર કેન્દ્રીત કર્યુ તે માટે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્ત્।ર ગુજરાતનો પ્રવાસ કર્યો તેના ફલ સ્વરૂપ પ્રાચીન મંદિરોના સ્થાપત્યની સમજ માટે અમુલ્ય માહિતી આપતો નિબંધ તૈયાર થયો,  ધી જીનીસીસ ઓફ શિખર ટેમ્પલ

પી.પી.પંડયા કર્મયોગી હતા,કર્મ અને તે પણ વિષયને વરેલા. દરેક કામ જાતે નક્કિ કરી તે મુજબ પુરુ કરતા, જીવનનો એજન્ડા પણ પોતેજ નક્કિ કરેલ અને કહ્યુ “  I am wedded to Archaeology and wish to be Martyr in this field ” અને એ કૃતનિશ્યય વ્યકિતએ તે ચરિતાર્થ કરી બતાવ્યુ. ફકત ૩૯ વર્ષની આયુ ભોગવી જીવનલીલા સંકેલી લીધી.

પુરાતત્વ ક્ષેત્રમાં શ્રી પી.પી.પંડયાનું યોગદાન એક લધુલેખમાં સમાવી શકાય તેમ નથી એ ગાગરમાં સાગર સમાવવાના પ્રયત્ન જેવુ ગણાય. તેમણે પ્રાકઇતિહાસથી પ્રાચીન ઇતિહાસ સુધીની શ્રૃંખલા તૈયાર કરી એક ભગીરથ કાર્ય કર્યુ.પુરાતત્વ ક્ષેત્રમાં પગ માંડતા પહેલા દરેક 'મધ્યાહને સૂર્યાસ્ત- એક પુરાતત્વવિદની જીવનયાત્રા' તેમની જીવનયાત્રાનાં પુસ્તકના તડકાછાંયામાંથી પસાર થવુ લાભદાયી પુરવાર થશે તેમાં આજની યુવા પેઢીને જીવનના દ્યડતર માટે પ્રેરણા મળશે તેમાં જીવન માટેની દિશા છે, સંધર્ષ છે, અડગ રહી માર્ગ કાઢવાનુ શાણપણ છે. રાષ્ટ્રપ્રેમછે, ત્યાગછે, સમાજતરફની ફરજ, ધ્યેય પાર પાડવાનો પુરુષર્થ છે.

શ્રી જયાબેન ફાઉન્ડેશનનું  સંસ્કૃતિ ક્ષેત્રે યોગદાન

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પુરાતત્વવિદ્દ પી.પી.પંડ્યાના પુત્રો પિયુષભાઈ પંડ્યા (એડવોકેટ) મનીષભાઈ પંડ્યા (પૂર્વ ઓફીસર - આઇ.ઓ.સી.), હિતેષભાઈ પંડ્યા (જનરલ મેનેજર, સુપેડ ઈન્ઙ) પરેશ પંડ્યા (મેનેજીંગ ટ્રસ્ટી) (મો.૯૮૨૫૨ ૧૮૯૦૩) એ માતૃશ્રીના નામે શ્રી જયાબેન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યો ઉપરાંત શોધાયેલ પ્રાચીન સંસ્કૃતિના સ્થળોની યોગ્ય જાળવણી થાય તેના વિસ્તારનો વિકાસ થાય, યોગ્ય પ્રચાર થાય, પુરાતત્વ વિભાગમાં મહેકમ પ્રમાણે સ્ટાફની ભરતી થાય, તે સક્ષમ બને, સરકારના આ વિભાગના મંત્રી પુરતા સક્રિય થાય તે અંગે રાજય સરકારનું યોગ્ય સ્તરે સતત ધ્યાન દોરવાનું મહત્વનું કાર્ય કરી રહેલ છે.(૩૭.૩)

- દિનકર મહેતા

પૂર્વ ડાયરેકટર પુરાતત્વ વિભાગ,ગુજરાત રાજય, ગાંધીનગર

(11:39 am IST)