Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજકોટ રેલ્‍વેની પહેલી પાર્સલ કાર્ગો એકસપ્રેસ ટ્રેન કાલે કોઇમ્‍બતુર રવાના

રાજકોટ, તા., ૧૧: રાજકોટ રેલ્‍વે ડીવીઝનની પહેલી કાર્ગો સ્‍પેશ્‍યલ ટ્રેન આવતીકાલે તા.૧ર જાન્‍યુઆરીના રાજકોટથી કોઇમ્‍બતુર રવાના થશે. સિનીયર ડીસીએમ અભિનવ જૈફએ જણાવ્‍યું કે મેસર્સ સ્‍ટાર એસોસીએટ દ્વારા રેલ્‍વે સાથે લાંબી મુદતનો કરાર કરવામાં આવ્‍યો છે. જેનાથી રાજકોટ ડીવીઝનને દર મહિને લગભગ ર૩ લાખ રૂપીયા મહેસુલ મળશે. આ પાર્સલ કાર્ગો એકસપ્રેસની દર મહિને બે ટ્રીપ રાજકોટ કોઇમ્‍બતુર વચ્‍ચે દોડશે. પાર્સલ ટ્રેનમાં ૧પ પાર્સલ વાન લાગશે જેની દરેકની ક્ષમતા ર૩ ટન વજનની હશે.

ટ્રેન નં. ૦૦૬પ૮ રાજકોટ-કોઇમ્‍બતુર કાલે તા.૧ર જાન્‍યુઆરીના સવારે ૮ વાગ્‍યે કોઇમ્‍બતુર નોર્થ ત્રીજા દિવસે રાત્રે ૮.૩પના પહોંચશે. આવી જ રીતે  ટ્રેન નં. ૦૦૬પ૭ કોઇમ્‍બતુર-રાજકોટ કોઇમ્‍બતુર નોર્થથી ૮ જાન્‍યુઆરીએ રવાના થઇ આજે તા.૧૧મીના સવારે પ.૦૦ વાગ્‍યે પહોંચી હતી. આ પાર્સલ કાર્ગો એકસપ્રેસ ટ્રેનમાં સામાન બુક કરાવવા  માટે મો.નં. ૮૧૧૧૦૦૦૧૯પ, ૮૧૧૧૦૦૦૧૯૮ અથવા ૮૧૧૧૦૦૦૧૯૯ ઉપર સંપર્ક કરવો.

(4:49 pm IST)