Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોઠારીયા સોલવન્‍ટ પાસે ટ્રેન હેઠળ કપાઇ જતાં અજાણ્‍યા યુવાનનું મોત

રાજકોટઃ કોઠારીયા સોલવન્‍ટ પાસે બપોરે ટ્રેન હેઠળ એક યુવાન કપાઇ જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં લોકો એકઠા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના મનહરસિંહ સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાન આશરે ૩૫ વર્ષનો હોવાનું જણાવાયું છે. તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(4:48 pm IST)