Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જ્‍યુબીલી બાગ પાસે ટુવ્‍હીલર સળગ્‍યું

રાજકોટઃ જ્‍યુબીલી બાગ નજીક બપોરે   ટુવ્‍હીલર અચાનક સળગી ઉઠતાં ચાલક સોૈરભપ્રસાદ ફટાફટ નીચે ઉતરી જતાં બચાવ થયો હતો. તેઓ બેંકમાં ફરજ બજાવતાં હોઇ બેંકે જતા હતાં. ટ્રાફિક સિગ્નલે ઉભા રહ્યા હતાં અને સિગ્નલ ખુલતાં સેલ્‍ફથી સ્‍ટાર્ટ કરી આગળ વધ્‍યા ત્‍યાં જ પાછળના ભાગેથી વાહન સળગ્‍યું હતું. એક મહિલાએ તેમને જાણ કરતાં તેઓ વાહન ઉભુ રાખી દૂર જતાં રહ્યા હતાં. ફાયર બ્રિગેડને જાણ થતાં બંબો પહોંચ્‍યો હતો અને આગ બુઝાવી હતી. તસ્‍વીર સરધારના સાગર જોષીએ મોકલી હતી.

(4:46 pm IST)