Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ત્રંબામાં દિવાળી પહેલા ફટાકડાથી દાઝેલી ૯ વર્ષની ભાવિશાએ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: ત્રંબામાં વડાળી રોડ પર ખોડિયારનગરમાં રહેતી ભાવિશા વનરાજભાઇ અસવાર (ઉ.વ.૯) નામની બાળા દિવાળીના તહેવારના એકાદ દિવસ પહેલા ફટાકડા ફોડતી વખતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવાઇ હતી. એ પછી ઘરમેળે આયુર્વેદિક સારવાર કરાવાઇ હતી. ત્યારબાદ ગત તા. ૫ના રોજ ફરીથી સિવિલમાં ખસેડાતાં બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તેનું આજે વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભાવિશાના પિતા વનરાજભાઇ હીરા ઘસવાનું કામ કરે છે. તેણી ત્રણ બહેનમાં વચેટ હતી. લાડકી દિકરીના મોતથી કારડીયા રાજપૂત પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:00 pm IST)