Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દારૂના ગુનામાં પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

થર્ટીફર્સ્ટની ઉજવણીના સંદર્ભે લાખોની કિંમતના

રાજકોટ તા. ૧૧: થર્ટીફસ્ટની ઉજવણી નિમિતે રૂ. ૬,૯૦,૩૮૦/- ના વિશાળ જથ્થા દારૂ સાથે પકડાયેલા આરોપીઓને જામીન ઉપર મુકત કરતી સેશન્સ કોર્ટ

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના ગુનાથી પ્રોહીબીશન એકટની કલમ-૬પ-એ-ઇ, ૧૧૬-બી, ૮૧, ૯૮(ર) મુજબની ફરીયાદ યોગીરાજસિંહ જાડેજાએ આરોપીઓ (૧) ભોજાભાઇ નાગસુરભાઇ માલાણી, (ર) રાજણસિંહ ભીમાભાઇ માલાણી, (૩) તનવીર હમીદભાઇ મોવર, (૪) ઇરફાનભાઇ ઉમરભાઇ સાજી, સામે નોંધાવેલી, જે ફરિયાદની અનુસંધાને તપાસનીસ અધિકારીએ તમામ આરોપીઓની ધરપકડ કરી, કોર્ટમાં રજુ કરેલા, જેલ હવાલે રહેલા આરોપીઓએ પોતાને જામીન ઉપર મુકત થવા માટે નામદાર જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ-ગોંડલમાં જામીન અરજી ગુજારતા, કેસની હકીકત અને બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાને લઇને એડી. જોઇન્ટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી રાહુલ પી. એસ. રાઘવે દરેક આરોપીઓને રૂ. ૧પ,૦૦૦/- ના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, મનીષાબેન એમ. પોપટ, સી. એચ. પાટડીયા, જી. એમ. વોરા, પ્રાશભાઇ એ. કેશુર, વિજયભાઇ સોંદરવા, જયેશભાઇ જે. યાદવ, અહેશાન એ. કલાડીયા, એન. સી. ઠકકર વગેરે રોકાયેલા હતા.

(3:59 pm IST)