Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મ.ન.પા.ની ચૂંટણી ઇતિહાસ સર્જશે

રાજકોટમાં પ્રથમ વખત ત્રિપાખીયો જંગ

આગામી મ્‍યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્‍ચે ખરાખરીની લડાઇ : ભાજપે ૧૯૮૧માં ૧, ૧૯૮૭માં ૫ તથા ૨૦૧૫માં ૪ બેઠક કોંગ્રેસ કરતા વધુ મેળવી રસાકસી ભરી ચૂંટણીમાં વિજય મેળવ્‍યો : ૧૯૯૫માં કોંગ્રેસે માત્ર ૧ જ બેઠક મેળવી હતી : મ.ન.પા.ની ૯ ચૂંટણીમાં એક જ વખત વર્ષ ૨૦૦૦માં કોંગ્રેસે સત્તા મેળવી

રાજકોટ તા. ૯ : મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી હવે ખાંડા ખખડાવી રહી છે ત્‍યારે આ ચૂંટણી માટે બે મુખ્‍ય રાષ્‍ટ્રીય રાજકિય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટીએ પણ રાજકોટમાં તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી અને ચૂંટણી લડવા તૈયારી કરી લેતા આ બાબતે આ વખતની ચૂંટણી ઇતિહાસ સર્જશે. કેમકે મહાપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ત્રીજો પક્ષ ચૂંટણી લડવા તૈયારી કરી લેતા આ બાબતે આ વખતની ચૂંટણી ઇતિહાસ સર્જાશે. કેમકે મહાપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ત્રીજો પક્ષ ચૂંટણી લડશે તેથી ત્રિપાખીયો જંગ જામશે.

આમ કુલ ૭૨ બેઠકો માટે ત્રિપાખીયો જંગ જામશે ત્‍યારે ભાજપ કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી કપરા ચઢાણ સમી બની રહેશે.

આગામી ફેબ્રુઆરીમાં ચુંટણી યોજાઇ રહી છે ત્‍યારે આ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો પણ ચુંટણી લડનાર છે ત્‍યારે રાજકોટ મહાનગર પાલિકાનાં અત્‍યાર સુધીનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ત્રણ રાષ્‍ટ્રીય પક્ષો વચ્‍ચે જંગ જામશે. જેના કારણે વર્ષોથી મહાનગર પાલિકાનાં શાસનમાં ડંકો વગાડનાર ભાજપને આ ચુંટણીમાં અનેક અંતરાયો આવવાની સંભવાના છે.

મહાનગર પાલિકાની સ્‍થાપના બાદ વર્ષ-૧૯૭૫માં કુલ ૫૧ બેઠક માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં જનતા મોરચો,જનસંઘ, સંસ્‍થા કોંગ્રેસ એ ત્રણેય સ્‍થાનિક કક્ષાની સંસ્‍થાઓએ સાથે મળી ચુંટણી લડી ૩૯ બેઠક મેળવેલ.જયારે ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ ૧૨ બેઠક સાથે વિરોધ પક્ષમાં બેઠી હતી.

ત્‍યારબાદ વર્ષ-૧૯૮૧, ૧૯૮૭ તથા ૧૯૯૫માં ભારતીય જનતા પાર્ટી(ભાજપ) અને ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ(કોંગ્રેસ) વચ્‍ચે મહાનગર પાલિકાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે સતા મેળવી હતી. જયારે વર્ષ-૨૦૦૦માં કુલ ૬૯ પૈકી ૪૪ બેઠક કોંગ્રેસે મેળવી ઇતિહાસ સર્જયો હતો. ભાજપ ૨૫  બેઠક સાથે વિરોધ પક્ષમાં બેઠો હતો.ફરી વર્ષ-૨૦૦૫,૨૦૧૦,૨૦૧૫માં ભાજપે મ.ન.પાનું સુકાન સંભાળ્‍યુ હતુ.

ભાજપે વર્ષ-૧૯૮૧માં ૧ , ૧૯૮૭માં ૫ તથા ૨૦૧૫માં ૪ બેઠક વધુ મેળવી રસાકસી ભરી ચૂંટણીમાં વિજય મેળવ્‍યો હતો.૧૯૯૫માં કોંગ્રેસે માત્ર ૧ જ બેઠક મેળવી હતી.

૧૯૯૪માં રાજય ચૂંટણી આયોગની રચનાના કારણે ૧૯૯૨માં મ.ન.પાની ચૂંટણી મુલત્‍વી રહી હતી.

રાજકોટ મહાનગર પાલિકાની અત્‍યાર સુધીમાં ૯ ચૂંટણી યોજાઇ છે. આગામી ફેબ્રઆરીમાં યોજાનાર ચૂંટણીમાં પ્રજાજનો કોને સુકાન સોપશે તે સમય બતાવશે.

આમ આદમી પાર્ટી લોકોને નિઃશુલ્‍ક સુવિધાના વચન સાથે મેદાનમાં

રાજકોટ : મ.ન.પા.ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ‘દિલ્‍હી' મોડલથી લડત આપવા મેદાનમાં ઉતરી છે. સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો તેમજ લોકોને નિઃશુલ્‍ક શિક્ષણ - આરોગ્‍ય જેવી સુવિધા આપવાના વચનો સાથે ચૂંટણી લડનાર છે ત્‍યારે રાજકોટની પ્રજા આ ત્રીજા વિકલ્‍પને પ્રતિસાદ આપે તો સ્‍થાનિક રાજકારણનું ચિત્ર પલ્‍ટાઇ જશે

ભાજપને આંતરવિગ્રહ વધુ પડતો આત્‍મ વિશ્વાસ અને મોંઘવારી નડશે?

રાજકોટ : આ વખતની સામાન્‍ય ચૂંટણીમાં પ્રજા પાસે ત્રીજો વિકલ્‍પ આવી ગયો છે ત્‍યારે શાસક પક્ષ ભાજપને વધુ પડતો આત્‍મ વિશ્વાસ, પક્ષનો આંતરિક વિખવાદ અને અસહ્ય મોંઘવારી સામે લોક રોષ આ ત્રણેય બાબતોનો સામનો કરીને ચૂંટણી જીતવા રણનીતિ ઘડવી પડશે. અન્‍યથા શાસન ધુરા હાથમાંથી ઝુંટવાઇ જવાની પૂરેપૂરી ભીતિ હોવાની રાજકીય તજજ્ઞોમાં ચર્ચા છે.

કોંગ્રેસ ભાજપ સામે બ્‍લેક પેપર તૈયાર કરી શાસકોનો પરપોટો ફોડશે

રાજકોટ : આ વખતની ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસે જોરશોરથી ચૂંટણી જંગ જીતવા તૈયારી કરી લીધી છે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ શાસક પક્ષ ભાજપના શાસનમાં પ્રજા સાથે થયેલ છેતરપીંડી, અસહ્ય મોંઘવારી, છૂપો ભ્રષ્‍ટાચાર અને શિક્ષણ, પાણી તથા આરોગ્‍યની સેવામાં નિષ્‍ફળતા સહિતના મુદ્દાઓનું આધાર - પુરાવા સાથેનું બ્‍લેક પેપર શાસકો વિરૂધ્‍ધ તૈયાર કરીને પ્રજા વચ્‍ચે શાસકોને ખુલ્લા પાડનાર છે.

(3:56 pm IST)
  • ખેડૂત નેતાઓએ ૨૬ જાન્‍યુઆરીની પરેડમાં કોઈપણ અડચણ નહિં કરવા ખાત્રી આપી : સાથોસાથ દિલ્‍હીના રામલીલા મેદાનમાં ધરણા કરવા દેવા સુપ્રિમ કોર્ટ પાસે માંગણી કરી access_time 12:35 pm IST

  • ત્રણ નવા કૃષિ કાનૂનના વિરોધમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી દિલ્હીની સરહદે દેખાવો કરી રહેલા કિસાનોને સમર્થન દેતા ચેન્નઈના પેરુમલ નામના ખેડૂતે આત્મહત્યા કરી છે. access_time 9:01 pm IST

  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST