Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મકર સંક્રાંતિના દિવસે કોઇને પણ ડીજે સિસ્ટમ ભાડે આપવી નહિઃ ધંધાર્થીઓને એસીપી દિયોરાએ સમજાવ્યા

રાજકોટઃ આ વખતે કોરોનાને કારણે બીજા તહેવારોની જેમ મકરસંક્રાંતિના તહેવાર ઉપર પણ નિયમો લાદવામાં આવ્યા છે.  રાજકોટ શહેરમાં અગાસી પર માસ્ક વગર એકઠા ન થવા અને બહારના મહેમાનોને એક બીજાના ઘરે ન જવા તેમજ અગાસી પર ડીજે નહિ વગાડવા સહિતના કાયદા લાગુ પાડવામાં આવ્યા છે. ઘણા રાજકોટવાસીઓ સંક્રાંતને દિવસે ડીજે સિસ્ટમ અને જનરેટર ભાડે લઇને અગાસીએ પતંગ ચગાવવાની સાથે ડાન્સની મજા પણ માણતા હોય છે. ડીજે સિસ્ટમ ભાડે આપતાં હોય તેવા ધંધાર્થીઓને એસીપી પી. કે. દિયોરાએ પ્ર.નગર પોલીસ મથકે બોલાવી આ વખતે ડીજે સિસ્ટમ કોઇને ભાડે ન આપવા અને બીજાને  પણ આ અંગેની જાણ કરવા સમજ આપી હતી. પીએસઆઇ બોરીસાગર પણ તસ્વીરમાં નજરે પડે છે.

(3:56 pm IST)