Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સોશ્યલ ડીસ્ટન્સ સાથે ધો. ૧૦-૧ર ની પરીક્ષા લેવા માટે વધુ ૧૦ હજાર પરીક્ષા વર્ગની જરૂર

રપ જાન્યુઆરી સુધીમાં વર્ગ ખંડોની ગણતરી કરવા DEOને સુચના

રાજકોટ તા. ૧૧ :.. આગામી મે માસમાં યોજાનારી શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષામાં કોરોનાની સ્થિતિની સંભવીત અસરને દૂર કરવા સોશ્યલ ડીસ્ટન્સને ધ્યાને રાખીને અત્યારથી પરીક્ષામાં વર્ગ ખંડ વધારવાની તૈયારી શરૂ કરી છે.

ગુજરાત  રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષા મે માસમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે લેવા વધુ ૧૦ હજાર જેટલા વર્ગોની જરૂર પડવાની શકયતા છે. શિક્ષણ બોર્ડ દ્વારા અત્યારથી જ તૈયારીના ભાગરૂપે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરીક્ષામાં ઉપયોગ કરી શકાય તેવા વર્ગ ખંડની ગણત્રી કરવા આદેશ આપ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માટે વર્ગ ખંડ ગણત્રી તા. રપ જાન્યુઆરી સુધીમાં કરી લેવા સુચના આપી છે.શિક્ષણ બોર્ડ દ્વારા ટ્રક સમયમાં જ ઓનલાઇન અથવા ફીઝીકલ પરીક્ષા ફોર્મ ભરવાની કામગીરી શરૂ થશે. ફેબ્રુઆરીમાં ધો. ૧૦-૧ર ની પરીક્ષા ફોર્મ ભરવાની કામગીરી પુરી કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં માત્ર ૩૦ પરીક્ષાર્થીઓને બેસાડવા માટે વર્ગખંડની વધુ જરૂર પડશે.

(3:46 pm IST)