Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સેવીંગ બેંક વ્યાજમાં બાદ માટેની મર્યાદા ૨૦ હજાર સુધી અને બક્ષીસ વેરા મુકિત મર્યાદા ૧ લાખ સુધીની કરો

રાજકોટ મશીનરી ડીલર્સ એસો. દ્વારા નાણામંત્રીને પ્રિ બજેટ મેમોરેન્ડમ સુપ્રત : વિવિધ ૧૭ મુદ્દાઓ પર સુચન

રાજકોટ તા. ૧૧ : કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૧-૨૨ નું અંદાજપત્ર ટુંક સમયમાં લોકસભામાં રજુ થવા જઇ રહ્યુ છે. ત્યારે વેપાર ઉદ્યોગના પ્રશ્નોનો યોગ્ય સમાવેશ થાય તે હેતુથી રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશન દ્વારા ૧૭ મુદાઓ સાથેનું પ્રિ-બજેટ મેમોરેન્ડમ નાણામંત્રીને મોકલવામાં આવેલ છે.

જેમાં પ લાખ નીચેની આવકવાળાને વ્યકિતગત મુકિત આપવામાં આવી છે તે આવકાર્ય પરંતુ પ લાખથી થોડી આવક ઉપર જાય તો જુના સ્લેબ પ્રમાણે અઢી લાખ જ બાદ મલી શકે છે. તે બરાબર ન હોવાનું જણાવેલ છે. આવા લોકોને પુરે પુરા પ લાખ બાદ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચન કરાયુ છે. ઉપરાંત પ થી ઉપર જનારા માટે સીધા ૨૦% નો સ્લેબ છે. તે ઘટાડી ૧૦% કરવા તેમજ ૨૦ લાખની આવકવાળાઓ માટે ૩૦% નો સ્લેબ છે તે ૨૦% કરી આપવા ભલામણ કરી છે.

ગયા વષે ડાયરકેટ ટેક્ષ કોડ સમિતિને વિશ્લેષણ માટે કરાયેલ ભલામણોનો સ્વીકાર કરાયો હતો, પરંતુ સરકારે કોઇ અમલ કર્યો નહોતો. જેથી આ વખતે આ બાબત ધ્યાને લેવાય તેવી રજુઆત આ પ્રિ-મેમોરેન્ડમમાં કરાઇ છે.

કોઇ બેંક ડીફોલ્ટ થાય તો ઓર્ડીનરી વ્યકિતને પ લાખનું કવચ આપેલ. તો સીનીયર સીટીઝનોને રકમનું પુરેપુરૃ કવચ આપવા તેમજ કોઇપણ જાતની કન્ડીશન વગર બધા સીનીયર સીટીઝનોને પ લાખ સુધી નિઃશુલ્ક સારવાર અને શસ્ત્રક્રિયાના વિમાના પ્રીમીયમ ઉપર ૧૮% જીએસટી મુકિત આપવા પણ સુચન કરાયુ છે.

સેવીંગ બેંકનું વ્યાજ ૧૦ હજાર સુધી જ બાદ મળે છે. તે વધારી ૨૦ હજાર સુધી કરવા તેમજ મહીલાઓ માટે વિશેષ મુકિત મર્યાદા રાખવા  તથા નોકરીયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડીડકશન રૃા.૫૦ હજાર છે તે લીમીટ રૃા.૮૦ હજાર કરવા તથા બક્ષીસ વેરાની મુકિત મર્યાદા રૃા. ૫૦ હજાર છે તે ઘણી ઓછી હોય રૃા.૧ લાખ સુધીના કરી આપવા સહીત ૧૭ મુદ્દે સુચનો કરાયા હોવાનું રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ના પ્રમુખ મનસુખલાલ કાંતિલાલ પટેલ અને મંત્રી અશ્વિનકુમાર ચંદુલાલ પટેલની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(1:23 pm IST)