Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સંક્રાન્તની રજામાં સેલસ હોસ્પીટલ ૨૪ કલાક કાર્યરતઃ સારવાર મળશે

રાજકોટઃ આગામી તા.૧૪ને મંગળવારના મકર સંક્રાન્તિનો તહેવાર રૈયા રોડ પર આવેલી મલ્ટી સુપર સ્પેશ્યાલીટી સેલસ હોસ્પીટલ સંક્રાન્ત ના દિવસે પણ ૨૪ કલાક કાર્યરત રહેશે.

સેલસના હોસ્પીટલના મેડિકલ ડાયરેકટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, સંક્રાન્ત જેવા તહેવારોમાં પ્રાથમિક સારવારની કિટ તૈયાર રાખવી, માથા પરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહેવું, પશુઓ, વાહનોથી સાવચેત રહેવું, બાળકોનું ખાસ ધ્યાન રાખવું, અગાસીની દિવાલની ઉંચાઇ નો ખ્યાલ રાખવી પતંગ ચગાવવા વગેરે જેવી તકેદારી જરૂરી છે. સેલસ હોસ્પીટલના ન્યુરો સર્જન ડો. સચીન ભિમાણીએ જણાવ્યું હતું કે, અગાસી ઉપરથી કે ઉંચી જગ્યાએથી પડવાથી મગજમાં ગંભિર ઇજાઓ થવાની પણ શકયતા છે. આવા અકસ્માત કે ગંભીર ઇજાઓ સર્જાય છે ત્યારે આવી પરિસ્થિતીમાં પશ્ચિમ રાજકોટમાં રૈયા રોડ, રૈયા ચોકડી પાસે આવેલ સેલસ હોસ્પીટલ સંક્રાન્તે ૨૪ કલાક લોકોની સેવામાં કાર્યરત રહેશે. વધુ માહિતી માટે ઇમરજન્સીમાં રૈયા ચોકડી નજીક આવેલ સેલસ હોસ્પીટલનો મો.૯૬૯૬૭૯૬૯૬૪ પર સંપર્ક કરી શકાય છે.

(3:53 pm IST)